સવારના ૧૦.૪૫થી સાંજના ૬.૧૦ કલાક સુધી કોર્ટો ખુલ્લી રહેશે, કોવિડના નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે, માસ્ક વગર પ્રવેશ નિષેધ, તમામ જજો, વકીલો અને પક્ષકારોને થર્મલ ચેકિંગ બાદ પ્રવેશ


હરેશ પવાર
સિહોર સહિત ગુજરાતનની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી કોર્ટોને સંપૂર્ણપણે કાર્યરત કરવાનો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી નીચલી અદાલતોને ફરી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ફરી શરૂ થવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં નિર્દેશ અપાયો છે કે માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોની કોર્ટો સાતમી જૂનથી સંપૂર્ણપણે ખોલવામાં આવે અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલી કોર્ટો ઓનલાઈન માધ્યમથી ચાલુ રાખવામાં આવે.

આ ઉપરાંત કોર્ટે આપેલા નિર્દેશો પ્રમાણે તમામ પક્ષકારોની મંજુરી અને જજની મંજુરી હોય તો ઓનલાઈન સુનાવણી થઈ શકશે. આ ઉપરાંત નિર્દેશ અપાયો છે કે પ્રત્યક્ષ સુનાવણીને લગતી એસ.ઓ.પી. તેમજ હાઈકોર્ટના પરિપત્રના ગુજરાતી ભાષાંતર સિવાય પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજો તેમજ પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફિસરોએ હાઈકોર્ટની પરવાનગી વિના પ્રત્યક્ષ સુનાવણીને લગતા કોઈ અલગ પરિપત્ર જાહેર કરવા નહી. કોર્ટમાં આવતી ફાઈલો અને દસ્તાવેજોને ૨૪ કલાક સુધી અલગ સ્થળે રાખવા અને ત્યાર બાદ જ તેને સ્પર્શ કરવાનો નિયમ યથાવત રાખવા નિર્દેશ કરાયો છે. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં વારંવાર સ્પર્શ પામતી જગ્યાઓ જેવી કે સીડીઓ પરની હેન્ડ રેલિંગ, ડોપ હેન્ડલ, ખુરશીઓ, કેસ ફાઈલિંગની બારી વિગેરેને દૈનિક ધોરણે સેનેટાઈઝ કરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here