ટયુશન કલાસના અનેક શિક્ષકોના પરિવારની આર્થિક હાલત કફોડી, વેપાર – ધંધા, બાગ – બગીચા, મોલ ખૂલી ગયા છે ત્યારે ટયુશન ક્લાસ પર પાબંદી શા માટે? સંચાલકોમ સવાલ થઈ રહ્યો છે

હરેશ પવાર
સિહોર:રાજયમાં કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટતા જાય છે ત્યારે વેપાર ધંધા અને વ્યવસાય ખુલી ગયા છે. મંદિર મસ્જીદ, ચર્ચ, જીમ્નેશિયમ, મોલ સહિતની બજારો ખુલી ગઈ છે. છતાં ટયુશન કલાસને ખોલવાની મંજૂરી આપવામાં નહી આવી હોવાથી સિહોર સાથે સમગ્ર રાજ્યમાં એક લાખથી વધુના નાના-મોટા કલાસીસનાં ધંધાર્થીઓ બેરોજગારીનો ભોગ બન્યા છે જેથી હવે રોષ સાથે ગણગણાટ શરૂ થયો છે.

સિહોર સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૫ મહિનાથી કોરોનાને કારણે ટયુશન કલાસ બંધ પડયા હોવાથી અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે ખાનગી કોચિંગ કરાવતા કલાસીસનાં સંચાલકો કોરોનાની ગાઈડ લાઈનનું સંપુર્ણપણે પાલન કરતા રહ્યાં છે. કલાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત હોય છે એક સાથે સ્કુલની જેમ મોટી સંખ્યામાં વિદ્યાર્થઓ કોચીંગ કલાસમાં આવતા નથી અહી વિદ્યાર્થી માટે મરજીયાત પ્રશિક્ષણ હોય છે. કોઈ ફરજીયાત શિક્ષણ હોતુ નથી.

સમગ્ર રાજયમાં બાગ બગીચા, વેપાર – ધંધા, બજારો ખુલી ગયા છે. ત્યારે ટયુશન કલાસ ચાલુ કરવાની કેમ મંજુરી આજ સુધી આપવામાં આવી નથી. આ વ્યવસાય સાથે લાખ્ખો શિક્ષક પરિવારો જોડાયેલા છે છેલ્લા ૧૫ મહિનાથી ટયુશન કલાસ બંધ હોવાને લીધે અનેક શિક્ષકો ટયુશન ભણાવવાનો વ્યવસાય છોડીને અન્ય ધંધાઓ સાથે જોડાઈ રહ્યા છે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે ત્યારે ટયુશન કલાસીસ શરૂ કરવા માટેની લાગણીઓ વ્યક્ત થાય રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here