સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, સહિત તંત્રનો મોટો કાફલો બજારમાં નીકળી વેપારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને સમીક્ષા કરી

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
કોરોના વાઈરસની મહામારીએ સમગ્ર વિશ્વની ઊંઘને હરામ કરી દીધી છે અને સમગ્ર દેશમાં જનતા કરફ્યુની પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ૧૪૪ લગાડી દેવામાં આવી છે કોરો-ના પગલે પોહચી વળવા સરકાર અને તંત્ર ટિમો કામે લાગી છે ત્યારે સિહોર શહેરમાં ૧૪૪ કલમને ચુસ્ત અમલ કરવા આદેશ કરાયો છે અને આજે નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામા, ચીફ ઓફિસર, બરાડ, પીઆઇ ગોહિલ, સહિત સમગ્ર તંત્રનો મોટો સ્ટાફ આજે મુખ્ય બજારમાં નીકળીને સમીક્ષા કરી હતી.

૧૪૪ નું પાલન કરવું સ્વચ્છતા જાળવવી સહિતની વેઓરીઓને સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની અસર લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ ચિંતીત બન્યું છે ત્યારે વિવિધ દેશોની સરકારો પણ આ મહામારીથી બચવા માટે પ્રયત્નો કરી રહી છે. વડાપ્રધાને પ્રજાજોગ સંદેશમાં લોકોને સાવચેતી રાખવાની સાથે આવતીકાલે રવિવારે જનતા કરફ્યુ પાળવા પણ તંત્ર દ્વારા અપીલ કરી છે આજે સવારથી સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને સમગ્ર તંત્ર ટિમ મેઈન બજારમાં સમીક્ષા માટે ઉતરી હતી.

મેઈન બજાર વિસ્તારમાં પાન ગલ્લા, ખાણીપીણી, દુકાનો તેમજ, ટયુશન કલાસીસ, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, સમીક્ષા કરી હતી જરૂરી સૂચનો કર્યા હતા આજે શહેરની કેટલીક મુખ્ય જગ્યાઓ પર અધિકારીઓ દ્વારા રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી આવતીકાલે રવિવારે જનતા કરફ્યુનો ચુસ્તપણે પાલન કરવા પણ જનતાને અપીલ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં લોકોને જરૂર વગર ના જવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અને તકેદારીના ભાગરૂપે પણ કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ માટે જાહેર રસ્તાઓ પર બેનરો હોડીંગ્સ સ્ટીકરો ચોંટાડાયા છે. તેમજ જાહેર રસ્તા પર થુંકવા બદલ રૂપિયા દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. કચરાના સંવેદનશીલ પોઇન્ટો પર સાફ સફાઇ, દવા છંટકાવ અને ફોગીગની કાર્યવાહી પુરજોશમાં શરૂ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here