સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ ખાતે “કાવ્યમય સવાર” કવિ કૃષ્ણ દવે નો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો”
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ,ખાતે ગઈકાલે ગુરૂવારના રોજ વાંસલડી ડોટ કોમ…ફેઇમ કવિશ્રી કૃષ્ણ દવે નો “કાવ્યમય સવાર” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કવિશ્રી કૃષ્ણ દવે એ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની સ્વરચિત કવિતાઓનું રસપાન કરાવ્યું. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં આવતી કવિતાઓ પણ ગવડાવી. પોતે લખેલા બાળકાવ્યો દ્વારા વિદ્યાર્થીઓને ખુબ જ હાસ્ય તેમજ મનોરંજન પૂરું પાડ્યું હતું.
આ “કાવ્યમય સવાર” કાર્યક્રમમાં સિહોરના જાણીતા કવિશ્રી વિજય રાજ્યગુરુ તેમજ કવિશ્રી ભરત વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ મંચસ્થ મહાનુભાવોનું શાળાની પ્રણાલી મુજબ પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કવિશ્રી કૃષ્ણ દવે નું શાલ ઓઢાડી સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી શ્રી રાજુભાઇ દેસાઇએ સન્માન કર્યું હતું. તેમજ શાળાના સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડિયા સાહેબે કવિશ્રી કૃષ્ણ દવે ને મોમેન્ટો અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી.