ડે કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામાં અને પોલીસ તંત્ર મેદાને, પતંગ દોરા વેંચતા વેપારીઓ પર તંત્ર ત્રાટક્યું

નફાની લ્હાયમાં પ્રતિબંધ નેવે મુકતા વિક્રેતાઓ, પ્રતિબંધ ચીજ વસ્તુઓ નહિ વેચવા તંત્રની અપીલ

હરેશ પવાર
સિહોર સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ નિમિત્તે ચાઈનીઝ દોરી, તુક્કલ વગેરે જોખમી હોય તેના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે છતાં નફાની અને કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરતા રહે છે ત્યારે સિહોરનું તંત્ર મેદાને પડ્યું છે નાયબ કલેકટર રાજેશ ચૌહાણ મામલતદાર નિનામાં અને પોલીસનું તંત્ર દ્વારા શહેરમાં ઠેરઠેર ચેકીંગ હાથ ધર્યું છે જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને કરૃણા અભિયાન કાર્યક્રમ અંતગર્ત તંત્ર દ્વારા પતંગ દોરીની દુકાનમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, સિન્થેટિક માંજો અને નાયલોનની દોરીનું ચેકિંગ હાથ ધર્યું હતુ.

હાઇવે અને મેઈન બજારની દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ. ચેકિંગ દરમ્યાન પોલીસ તંત્રના કર્મચારીઓ પણ સાથે હતા, પરંતુ ક્યાંયથી ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી વગેરે મળ્યા ન હતા. સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા.૧૦ થી ૨૦ સુધી કરૃણા અભિયાન શરૃ કર્યું છે. જેમાં પર્યાવરણ સુરક્ષા ધારો, પ્રાણી ક્રૂરતા નિવારણ ધારો, વન્ય જીવન સંરક્ષણ ધારો તથા ભારતીય ફોજદારી ધારાનો અમલ કરવાની સૂચનાના પગલે પતંગની દુકાનોમાં જઈ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, માંજો પ્લાસ્ટીક દોરી, નાયલોન દોરી, સિન્થેટિક માંજો, નોન  બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીનું વેચાણ અને ઉપયોગ રોકવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે પદાધિકારીઓએ વેપારીઓને ચાઈનીઝ દોરી તુક્કલો નહીં વેચવા અને લોકોને આવો માલ નહીં ખરીદવા માટે અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here