સિહોર સહિત તાલુકામાં ૧૯ સેન્ટરો પર ૧૮ થી મોટી ઉંમરના નાગરિકો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લઇ શકશે, કોરોનાને હરાવવા માટે એકમાત્ર વેકસીન અકસર ઈલાજ : ડો જયેશ વકાણી

હરેશ પવાર
દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘બધાને વેકસીન, મફત વેકસીન’ ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે સિહોર સહિત સમગ્ર રાજ્યમાં આજે કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને સિહોર શહેરના ધોળકિયા હાઉસ સહિત ૪ કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અભિયાનમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેકસીન આપવામાં આવી રહી છે અહીં ડો જયેશ વકાણીએ કહ્યું હતું.

૧૮થી ૪૪ વર્ષની વય વચ્ચેના લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેકસીન લઈ શકશે આ લોકોનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવશે આજે સિહોર શહેરના 4 તેમજ તાલુકાના 15 સ્થળ પર એકસાથે વેકસીન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે હવે લોકો સીધા જ વેકસીનેશન સેન્ટર ખાતે જઈને ત્યાં નોંધણી કરાવીને વેકસીન લઈ શકે છે વેકસીન લેવા માંગતા લોકોની નોંધણી સ્થળ પર પણ થઈ શકશે વેકસીન અવશ્ય લોકોને લેવા પણ અપીલ કરી હતી અહીં સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ, જયેશભાઈ ધોળકિયા, નિલેશભાઈ જાની, હરદેવસિંહ વાળા, અલ્પેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ લકુમ, ડો જયેશ વકાણી સહિતના આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here