સિહોર અને પંથક ટાઢુબોળ બન્યુ, ફરી કાતિલ ઠંડીનું મોજું, પવન ફૂંકાતા ટાઢનો અહેસાસ

હરીશ પવાર
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં મંગળવારની રાતથી થઈ રહેલી હિમ વર્ષાના પગલે ગુજરાતમાં પણ અને ખાસ કરીને સિહોર સહિત જિલ્લામાં વાતાવરણમાં બુધવારે સાંજથી નાટયાત્મક પલટો આવ્યો છે.બુધવારે સાંજ પછી અચાનક જ ઠંડીનુ પ્રમાણ વધી ગયુ હતુ જોકે ગઈકાલ અને આજનો દિવસ મોસમનો અત્યાર સુધીનો કોલ્ડેસ્ટ ડે બન્યો છે ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા બર્ફિલા પવનોની ગતિમાં પણ વધારો થયો હતો. સવારથી જ શહેરીજનો ગરમ કપડામાં સજ્જ થઈને કામ ધંધે નિકળેલા જોવા મળ્યા હતા.સાંજ પછી તિવ્ર ઠંડીની અસર જન જીવન પર પણ જોવા મળી હતી.રાતના સમયે બહાર બેઠેલા લોકોને તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here