એક્સેસરીઝના ભાવમાં પણ સામાન્ય વધારોઃ લારીમાં માલનો નિકાલ કરવા સ્ટોકિસ્ટોએ યુવાનોને ઉચ્ચક પગારે રાખ્યા

દેવરાજ બુધેલીયા
પતંગ અને માંજાના નાનાં-મોટાં વેપારીઓ ખરીદી નહિ હોવાથી ચિંતિત તો છે જ પણ સાથોસાથ એસેસરીઝનો સ્ટોક કરનારાં વેપારીઓ પણ ભીંસમાં મુકાઈ ગયાં છે. ઉતરાયણ પર્વ આડે ગણતરીના ૨ દિવસ બાકી રહ્યાં છે અને સ્ટોકનો અડધો પણ નિકાલ થયો નથી. લારીમાં માલનો નિકાલ કરવા માટે સ્ટોકિસ્ટોએ યુવાનોને ઉચ્ચક પગારે રાખ્યાં છે. એસેસરીઝનોં ધંધો ઉતરાયણ અને વાસી ઉતરાયણ સુધીનો જ છે.  ઉતરાયણ પર્વનો વેપાર સારો રહેશે એવી અપેક્ષાએ વેપારીઓએ સારો એવાં પ્રમાણમાં માલનો સ્ટોક કર્યો છે, પરંતુ જોઈએ એવો રિસ્પોન્સ હજુ મળ્યો નથી. સ્ટોકીસ્ટોએ ફેરિયાઓને માલ વેચવા માટે આપ્યો હોઇ, લારીઓ અને ફૂટપાથ ઉપર એસેસરીઝના ઢગલાં છે.

ઉતરાયણ પર્વની ખરીદી સામાન્ય રીતે એક મહિના પહેલાં શરૃ થઈ જતી હોય છે, પરંતુ અત્યારે કોઈ ચહલપહલ દેખાતી નથી. એસેસરીઝ વેચતા એક લારી વાળાએ જણાવ્યું કે, છેલ્લાં બે દિવસથી લારી ઉપર એસેસરીઝ વેચી રહ્યો છું. રોજેરોજ પાંચ-છ આઈટમ વેચાય છે. આ રીતે અત્યારે સ્ટોકીસ્ટોનો માલ વેચી રહ્યાં છે. જોકે, કેટલાંક ફેરિયાઓ જાતે માલમાં રોકાણ કરીને ધંધો કરી રહ્યાં છે. જેની પાસે થોડી ઘણી મૂડી છે, તેઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલ મેળવીને કામકાજ કરી રહ્યાં છે. મકરસંક્રાંતિ પર્વ માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી એસેસરીઝ મોટાભાગની અમદાવાદમાં તૈયાર થાય છે અને ત્યાંથી કેટલાંક સીધી ખરીદી કરે છે.અમદાવાદ એસેસરીઝ માટેનું સૌથી મોટું માર્કેટ હોવાનું એક ફેરિયાએ જણાવ્યું હતું.

આ એક્સેસરીઝ છે માર્કેટમાંઆ વખતે એસેસરીઝમાં મ્યુઝિકલ વ્હીસલ સ્ટીક અને પંખા અને લાઇટવાળુ મ્હોંરુ અને કેપ એસેસરીઝમાં ઉમેરાયાં છે. જ્યારે જેન્ટસ-લેડીઝની કેપ, પ્રાણીઓના મહોરાં, નાની-મોટી પીપૂડીઓ, ડિઝાઇનર ટોપીઓ જેવી પ્રોડક્ટ વર્ષોવર્ષ વેચાતી રહી છે. અત્યારે જુદી જુદી એસેસરીઝ, કે જે માત્રને માત્ર દેખાવ માટે ઉપયોગમાં આવે છે તેની કિંમત રુ. સાઇઠથી શરૃ થઈ રુ. સો સુધીની જ છે. આમ છતાં આ બધી એસેસરીઝ-પ્રોડક્ટ તહેવારને વધુ  આનંદિત બનાવવા માટે ખપમાં આવે છે. એસેસરીઝના ભાવમાં ગત વર્ષ કરતાં પ્રોડક્ટ દીઠ ચારથી પાંચ રૃપિયાનો વધારો આવ્યો છે એમ એક ફેરીયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here