સિહોર તાલુકામાં વાવાઝુડા દરમિયાન ખેતીવાડી માં સર્વેમાં વળતર ચુકવવામાં મોટી ગેરરીતિ : જવાબદાર અધિકારી સામે પગલાં લ્યો, કરણસિંહ મોરી

હરેશ પવાર
તૌકતે વાવાઝોડા બાદ સિહોર તાલુકામાં ખેડૂતોને વળતર ચૂકવણીમાં ગેરરીતિ થયાના આક્ષેપ તાલુકા પંચાયતના સભ્ય કરણસિંહ મોરીએ કર્યા છે કરણસિંહની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે તૌકતે વાવાઝોડા બાદ ખેતી વાડીમાં નુકશાન થયેલ બાબતે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ ત્યાર બાદ સરકારના આદેશ અનુસાર સિહોર તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવેલ

સર્વે દરમિયાન જેતે અધિકારી દ્વારા ડોકયુમેન્ટ મંગાવવામાં આવેલ અને સહાય ની ચુકવણી કરવામાં આવેલ ત્યાર બાદ જે તે ખેડૂતોને સહાયમાં અન્યાય થયેલ તે બાબતે રજૂઆત કરી જેતે સર્વે કરનાર અધિકારી ની ભૂલ હોઈ એ બાબતે રી – સર્વે કરવા અંગે રજૂઆત કરવામાં આવેલ જેમાં જેતે અધિકારી ની ભૂલ ના કારણે ખેડૂતો ને અન્યાય ન થાય.

તે માટે થઇ રજૂઆત ના અંતે સિહોર તાલુકાના વિસ્તરણ અધિકારી ના મૌખિક આકડા મુજબ ટોટલ ૧૦૨ ખેડૂતોની યાદી કરી જીલ્લા કચેરીમાં મંજુરી માટે મોકલી આપેલ તેમાંથી ૮ર ખેડૂતો ને જ સહાય માટે મંજુરી મળેલ છે તેવું જાણવા મળેલ છે જે ૨૦ ખેડૂતો અંગે વિસ્તરણ અધિકારી ને પૂછતા જાણવા મળેલ કે બાગાયત વિસ્તાર ને જ સહાય આપવામાં આવેલ છે જે બાકી રહેલા ખેડૂતો છે તેની ખેતી પાક છે તેવું બહાનું બનાવવામાં આવેલ છે.

પરંતુ સર્વે ની કામગીરી પહેલી યાદીમાં જ થયેલ છે જે યાદીમાં ખેતી પાક વાળા ખેડૂતોને આવરી લેવામાં આવેલ છે તો આવો અન્યાય ખેડૂતો સાથે અન્યાય કેમ તેવો સવાલ કરણસિંહ મોરીએ કર્યો છે જ્યારે કરણસિંહે વધુમાં કહું કે ખેતીવાડી વિસ્તરણ અધિકારી પાસે લેખિત માહિતી માંગવામાં આવતા એવું કહેવામાં આવ્યું કે અમારા ઉપલા અધિકારીની સુચના છે અમે માહિતી આપી શકીએ નહિ જેથી આ બાબતે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોઈ તેવું ફલિત થાયછે જેને અધિકારી ની ભૂલ છુપાવવા માટે ખેડૂતો સાથે અન્યાય શા માટે સગ્ગા વહાલા ની નીતિ અપનાવી મોટા પાયે ભષ્ટાચાર થયો હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે જવાબદાર અધિકારી પગલાંની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here