કોરોના ગાઈડલાઈન સાથે રિપીટર પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેઠશે

હરેશ પવાર
ધોરણ ૧૦ ના રિપીટર વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા આવતીકાલ થી સિહોર સાથે સમગ્ર રાજ્યમાં શરૂ થનારચે જેમાં સિહોર તાલુકા માં કુલ ૮ કેન્દ્રો અને શહેરમાં ૫ તથા ટાણા માં ૩ કેન્દ્રો ઉપર વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે બેઠશે. તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા થી બિલ્ડિંગ સજજ કરવામાં આવશે. આવતીકાલથી રાજ્ય માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧૨ સામાન્ય વિજ્ઞાન પ્રવાહ ના રીપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ માટેની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે સિહોર તાલુકાના ૮ પરીક્ષા કેન્દ્ર માં સિહોર માં ૫ પરીક્ષા કેન્દ્રો જેમાં શ્રી એલ ડી મુનિ હાઈસ્કુલ.શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ,નં. મુ.ભૂતા સ્કુલ,મોર્ડન સ્કુલ,સચ્ચિદાનંદ ગુરુકુળ.સિહોર. તેમજ ટાણા ગામ ખાતે ૩ સ્કૂલો ટી.ઝેડ સંઘવી,એન.બી.ગોધાણી.અને વિવેકાનદ વિદ્યાલય ખાતે લેવાશે પરીક્ષા સબંધી આગોતરી તમામ પ્રકાર ની તૈયારીઓ અને આયોજન. સરકારશ ની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને કોરોના ને લઈ ધ્યાન માં રાખીને પરીક્ષા કેન્દ્ર માં એક રૂમ માં માત્ર ૨૦ પરિક્ષાથી ઓ પરીક્ષા આપી શકશે.

જેમાં એક બેન્ચ માં એક વિદ્યાર્થી ઓ પરીક્ષા આપી શકશે અને સેનેટરાઈઝ.માસ્ક.તેમજ થર્મલગન થી તપાસ હાથ ધરવામાં આવશે અને સરકારી ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવા માં આવશે પરીક્ષા સ્થળ સંચાલકો અને કર્મચારીઓ ને સૂચના નું પાલન કરશે વિદ્યાર્થીઓ ની હોલ ટીકીટ માં તમામ સૂચનાઓ વિદ્યાર્થીઓ ને બોર્ડ દ્વારા અપાયેલ છે. તમામ વિધાર્થીઓ તેમજ સુપરવાઈઝર શિક્ષકોની સાવચેતી સાથે પરીક્ષા શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here