ધર્મ વિશે કથિત ટીપ્પણી કરનાર આપના નેતા ગોપાલ ઇટાલિયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની બ્રહ્મસમાજની માંગ

બ્રિજેશ ગોસ્વામી
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા સનાતન હિંદુધર્મની હાસી ઉડાવી હતી તેવો વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયો હતો.ત્યારબાદ કથાકારો, સાધુ-સંતો વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.જેની સામે સનાતન હિન્દૂ સમાજ અને બ્રહ્મસમાજમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે.ગામેગામ આ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે.આજે સિહોર ખાતે બ્રહ્મસમાજના અગ્રણીઓએ એકઠા થઇ ગોપાલ ઇટાલિયા સામે ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરી જેલ ભેગા કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ગોપાલ ઇટાલિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.નહિ તો આગામી દિવસોમાં સનાતન હિન્દૂ સમાજ અને બ્રહ્મસમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ આવેદનમાં અપાઈ છે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ હિન્દુ સનાતન ધર્મ વિશે કરેલી કથિત ટીપ્પણીને લઈ ગુજરાતભરના બ્રાહ્મણો અને સાધુ સંતો રોષે ભરાયા છે. ત્યારે સિહોર બ્રહ્મસેના દ્વારા ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here