બેઠકમાં ગુરુવંદના કાર્યક્રમ આયોજન અંગે માહિતી અપાઈ , આચાર્ય વંદના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન

દેવરાજ બુધેલિયા
સિહોર તાલુકા રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન બેઠક યોજાઈ જે અંતર્ગત આ બેઠકમાં આચાર્ય વંદના અને ગુરુ વંદના કાર્યક્રમની રૂપરેખા તેમજ વિચાર – વિમર્શ થયેલ . આચાર્ય વંદના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અનુરોધ કરાયો છે આ ઓનલાઇન બેઠકમાં મહાસંઘ સિહોરના તમામ કારોબારી મિત્રો અને સૌરાષ્ટ્ર સંભાગના મંત્રી શ્રી મહેશભાઈ મોરી હાજર રહી માર્ગદર્શન પૂરું પાડેલ.

દર વર્ષે ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે ઉજવાતા ગુરુ વંદના કાર્યક્રમના આયોજન અને તેના આયોજન માટે અપેક્ષિત આચારસંહિતા વિશે શિહોર તાલુકાના અધ્યક્ષ શ્રી દિપસંગભાઇ ચુડાસમા દ્વારા વિગતે માર્ગદર્શન આપેલ તથા જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી અશોકભાઈ ઉલવાને આ કાર્યક્રમ આયોજન માટે ગારિયાધાર તાલુકાના પ્રભારી બનવા બદલ હાર્દિક શુભેચ્છાઓ આપવમાં આવેલ. સમગ્ર ઓનલાઈન બેઠકનું સંકલન શ્રી ઘનશ્યામ વાળા દ્વારા કરવામાં આવેલ અને અંતમાં આભારવિધિ શ્રી નીરવભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here