શહેરની એક પણ સમસ્યા અજય કુમારને કેમ ન દેખાઇ, અમારી ફરિયાદોના ઢગલા ત્યાં પડ્યા છે, એક પણ રજૂઆતનો ઉકેલ આવતો નથી અને અહીં મુલાકાત માટેના નાટકો થાય છે જાનીએ કહ્યું “તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ” એ સ્થિતિ છે

હરેશ પવાર
સિહોર નગરપાલિકા ખાતે શનિવારના દિવસે પ્રાદેશિક કમિશનર અજય કુમાર દહીંયાંએ મુલાકાત લીધી હતી આ મુલાકાત વેળાએ તેઓએ નગરપાલિકાના વિવિધ વિભાગો સાથે બેઠક કરી કેટલીક જગ્યાઓ પર સ્થળ મુલાકાત કરી હતી અને જેની નોંધ અખબારના પન્નાઓ પર છપાઈ હતી શહેરની અનેક સમસ્યાઓ વચ્ચે અજય કુમાર દહીંયાની મુલાકાત શહેરના લોકોનું કઈક સારૂ થશે.

તેવી આશાઓ બંધાઈ હતી શનિવારના રોજ કમિશનરની મુલાકાત બાદ આજે સોમવારના રોજ મુકેશ જાની દ્વારા કરવામાં આવેલ કેમેરાની આંખ સામે કેટલાક આક્ષેપો સત્યની નજીક દેખાઈ છે બળાપો અને રોષની સાથે કેમેરાની આંખ સામે જાનીએ જણાવ્યું કે દૂરથી ડુંગર રણીયામણા છે નવી નિમણૂક પામેલા પ્રાદેશીક કમિશનર શનિવારે નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લઈ ગયા.

નગરપાલિકાના અધિકારી તંત્રના કર્મચારીઓએ ધોળું એટલુ દુધ છે, તેમ સમજાવી દીધું અગાઉ થી ગોઠવણ થયેલ હોય તેમ ચીફ ઓફિસર દ્રારા જયાથી રૂડું રૂપાળું સિહોર દેખાય છે, તે બનાવી દિધુ પણ ગંદુ અને દુર્ગંધ મારતું સિહોર કેમ ન દેખાયૂ, વિપક્ષ દ્રારા પ્રાદેશિક કમિશનરમાં સતાધીશો વિરૂધ્ધ પડેલી ફરીયાદો પૈકી ,ફીલ્ટર પ્લાન્ટ લીકેજ, દુષીત અને ગંદુ પાણી સપ્લાય, ત્રણ પગાર લેનાર કર્મચારી, આવાસ યોજનાની ગેરરીતિ જેવી ફરીયાદના ઢગલા પડયા છે.

તે જ કમિશનરએ ગૌતમેશ્વર વોટર વર્કસ ની મુલાકાત લીધી તો ત્યાં મુખ્ય ટાકાનો સ્લેપ ખુલ્લો છે તે તળાવનું દુષિત પાણી સપ્લાઈમાં છે આમાનું કઈ દેખાયુ છે કે નહિ તે સવાલ ઉભો થાય છે મુલાકાત વેળાએ રસ્તામાં આવતી ગૌતમી નદીમાં દુર્ગંધ મારતી ગટર ગંગાનું વહેતુ પાણી તમારી ખુલ્લી આખોએ જોઈ કે પછી તૈરી ભી ચુપ મેરી ભી ચુપ તેવી સ્થિતિ અહીં સર્જાઈ છે તેવું જાનીએ કેમેરાની આંખ સામે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here