શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરાના વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાની માંગ કરી રહ્યા છે ત્યારે અન્ય વિસ્તારની હાલત શુ હશે તે વિચાર માંગી લે છે
ગતિશીલ ગુજરાત મોડેલને રજૂ કરનારાઓને શરમ આવે તેવી હાલત અહીં છે, ચૂંટાયેલા સભ્યોએ અહીં એકાદ ડોકિયું કરવાની જરૂર છે, રજુઆતમાં રહીશો સાથે મુકેશ જાની જોડાયા
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના રાજકોટ રોડ પર આવેલ માધવનગર વિસ્તારના રહીશો આઝાદીના ૭૨ વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાથીઓથી વંચિત જોવા મળે છે જેને લઈ લોકોમાં તંત્ર અને ચૂંટણી સમયે મોટી વાતો કરીને મતો લઈ જનારા સામે આક્રોશ ઉભો થયો છે ગતિશીલ ગુજરાત મોડેલને રજુ કરનારાઓને શરમ આવે તેવી ગતિશીલ ગુજરાતની છબી અહીંના વિસ્તારમાં જોવા મળી રહી છે. આમતો ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી, પણ સિહોરના માધવ નગર વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે.
ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પાણી અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ સમયસર મળતી નથી જેના કારણે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે રાજકોટ રોડ પર આવેલ માધવનગરના રહીશો એકઠા થઇ સિહોર નગર પાલિકા તંત્રને રજુઆત કરવા માટે દોડી ગયા હતા અને પોતાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશની સાથે ચિફઓફિસર સમક્ષ રજૂઆત કરીને પ્રાથમિક જરૂરિયાત સમયસર આપવાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે સિહોર નગરપાલિકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
વારંવાર કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે. અગાઉ ગટર પ્રોજેક્ટમાં મોટી ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું વિપક્ષે અવાજ ઉઠાવ્યો હતો અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરી હતી જોકે તંત્ર અને સરકાર દ્વારા સમગ્ર કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવાયુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે એક વાતએ અહીં નોંધનીય છે કે શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા વૉર્ડ નં ૫ માધવનગર વિસ્તારમાંથી ચૂંટાયા છે અહીં આ પ્રકારની હાલત જોવા મળે છે અન્ય વિસ્તારોમાં કઈ હાલતે લોકો જીવતા હશે તે વિચારતા કરી મૂકે તેવી બાબત છે જ્યારે રહીશોની સાથે વિપક્ષના મુકેશ જાની રજૂઆતમાં જોડાયા હતા