તા.10 થી 20 જાન્યુઆરી સુધી અભિયાન, ફોરેસ્ટ વિભાગ સાથે જીવદયા સ્વયંસેવકો પણ જોડાશે, ફોરેસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ ખડેપગે, પક્ષોઓના રેસ્ક્યુ થશે

હરેશ પવાર
સિહોર ખાતે ઉતરાયણમાં પતંગદોરીથી ઘાયલ પક્ષીઓ બચાવવા કરુણા અભિયાન શરૂ થયું છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ પણ શરૂ કરવામાં આવ્યો છે ઉતરાયણમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજય સરકાર દ્વારા આગામી 10 જાન્યુઆરી થી 20 મી સુધી કરૃણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સિહોર ખાતે એન.જી.ઓ સાથે સ્વૈચ્છિક સંસ્થાના સ્વંયસેવકો તથા વન વિભાગ સ્ટાફ ખડેપગે ફરજ બજાવશે વર્ષની શરૂઆત સાથે જ શહેરીજનો જેની કાગડોળે રાહ જોઇ રહયાં હોઇ છે.

તે ઉતરાયણના પર્વમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડવાની સાથે ઘાતક દોરાથી આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરાથી ઘાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે. ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા કરૃણા અભિયાન ચલાવાઇ છે. જેને લઇને 10 થી 20 મી જાન્યુઆરી સુધીના અભિયાન દરમ્યાન સિહોર ખાતે વન વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૃમ કાર્યરત કરાયો છે.

જેમાં લેડલાઈન નં ૦૨૮૪૬ ૨૨૩૫૧૫, તેમજ મોબાઈલ નં ૯૯૨૪૧૩૧૦૨૩, ૯૯૨૫૯૫૧૯૨૬, ૮૧૪૧૯૦૮૪૩૩, ૯૧૦૬૬૧૫૯૯૧ નંબર જાહેર કરાયા છે.આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પશુ આરોગ્ય કેન્દ્વો, બિન સરકારી સંસ્થાઓ તેમજ ડૉકટરો ફરજ બજાવશે સિહોર વનવિભાગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ફોરેસ્ટ ઓફિસરો હાજર રહેશે અને કર્મચારીઓ તૈનાત રહેશે જેમાં તત્કાલ ઘાયલ પક્ષીઓના રેસ્કયુ ઓપરેશન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here