સુત્રોનું કહેવું છે હાલ પૂરતી રૂટિંગ કામગીરી માટે પાલિકા કચેરીનું નવા બિલ્ડીંગ ખાતે સ્થળાંતર કરાશે, કચેરીની ફેરબદલીમાં કેટલાક નગરસેવકો નારાજ હોવાનું પણ સામે આવ્યું

ઉદ્દઘાટન લોકાર્પણ માટે મુખ્યમંત્રીને લાવવાના પ્રયાસો, મેઈન બજારથી કચેરીને ફેરબદલી કરવાથી ટ્રાફિક હળવો થશે, શહેરની જનતાને કામગીરી માટે નવું બિલ્ડીંગ વડલા ચોક નજીક સેન્ટરમાં છે જેથી અનુકૂળ પણ રહેશે

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનું નવું બિલ્ડીંગ તા ૧૫ મી બુધવારથી કાર્યરત થશે તેવું નજીકના સુત્રોનું કહેવું છે બસ્ટેન્ડ અને પોલીસ મથક નજીક વડલા ચોકની બાજુમાં નંદલાલ ભુતા સ્કૂલ ગ્રાઉન્ડમાં બનેલું નગરપાલિકાનું મીની સચિવાલય બિલ્ડીંગ અદ્યતન રીતે તૈયાર કરાયું છે મેઈન બજારમાં આવેલ જૂની કચેરી ખાતેથી સ્થળાંતર કરીને વડલા ચોક નજીક કરોડોના ખર્ચે બનેલી નવી કચેરીને બુધવારથી ખુલ્લી મુકાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે જોકે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ બુધવારથી નવી કચેરી કાર્યરત થાય તેવી સૂત્રો શકયતા વ્યક્ત કરી છે મહત્વની બાબત એ પણ સામે આવી છે કે કચેરીની ફેરબદલીમાં કેટલાક નગરસેવકો નારાજ હોવાનું પણ કહેવાઈ છે.

નવી કચેરીને હાલ પૂરતી તાકીદે શરૂ કરીને કાર્યરત કરવાની કામગીરી પુરજોશમાં શરૂ છે કરોડોના ખર્ચે તૈયાર થયેલી કચેરી જાણે મીની સચિવાલય ઉભું કરાયું છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પ્રમુખ વિપક્ષ ચેરમેનોની ચેમ્બરો સાથે નગરપાલિકા વિભાગના તમામ અલગ ડિપારમેન્ટોની ઑફિસોનો એક જ બિલ્ડીંગમાં સમાવેશ કરાયો છે શહેરના લોકોને ટ્રાફિક સમસ્યાઓથી છુટકારો મળશે જૂની કચેરી મેઈન બજાર માર્કેટ વિસ્તારમાં હોવાથી ટ્રાફિકની સમસ્યા પેચીદી રહેતી હતી જોકે હવેથી શહેરના લોકોને કચેરી વડલાચોક જેવા સેન્ટરમાં હોવાથી અગવડતાઓ રહેશે નહીં.

બીજી તરફ ઉદઘાટન અને બિલ્ડીંગ લોકાર્પણ સમયે મુખ્યમંત્રીને લાવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે પરંતુ હાલ પૂરતું નવા બિલ્ડીંગમાં કચેરીની ફેરબદલીથી કેટલાક નગરસેવકો નારાજ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જ્યાં મીની સચિવાલય ઉભું કરાયું છે તે જમીન માટે અતિ વિવાદો ઉભા થયા હતા નંદલાલ ભુતા સંસ્થા અને નગરપાલિકા સામસામે કોર્ટ કેસો થયા અને વાદ વિવાદો પણ થયા તે સૌ જાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here