ભૂતકાળમાં ફેરબદલી થયેલ જુના પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી બિલ્ડીંગની હાલમાં શુ દશા છે એ સૌ જાણે છે, કચેરીની ફેરબદલી બાદ અહીં કોઈ અસામાજીક પ્રવૃતિઓ ન થાય અને દારૂ જુગારનો અખાડો ન બની જાય તે જોવુ પણ જરૂરી છે.
સલીમ બરફવાળા
સિહોર નગરપાલિકા કચેરી ને નંદલાલ ભુતા સ્કૂલ ગ્રાઉન્ડમાં બનેલ અદ્યતન મીની સચિવાલય ઉભું કરાયું છે જ્યાં કચેરીને ફેરબદલી કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે એક મહત્વની બાબતની વાત કરીએ તો નગરપાલિકા કચેરીની ફેરબદલી બાદ જૂની કચેરી અસામાજિક તત્વોનો અખાડો ન બની જાય તેની તાકીદ અત્યંત જરૂરી છે આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં જુના સિહોર દરબારગઢ વિસ્તારમાં પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી કાર્યરત હતી જેની ફેરબદલી બાદ હાલમાં શુ હાલત છે એ શહેરના સૌ કોઈ જાણે છે બન્ને કચેરીઓ અસામાજિક તત્વોનો અખાડો બની ચૂક્યું છે.
હાલ પણ જુના બિલ્ડીંગમાં તમે નજર કરો તો ચારે બાજુ ગંદવાડો દારૂની કોથળીઓ વિદેશી દારૂના બાટલો નજરે ચડશે અને હા જૂના પોલીસ મથક ખાતે તો જેતે સમયે બાળકો રાઈફલથી રમતા હતા અને જૂની મામલતદાર કચેરી ખાતેથી જૂની ફાઈલોના ઢગલા મળી આવ્યા હતા તે સમયે અહેવાલો પણ મીડિયામાં ચમક્યા બાદ ઘણું બધું થયું હતું જેનો ઉલ્લેખ આપડે અહીં નહિ કરીએ પરંતુ હાલ પાલિકા કચેરીને નવા મીની સચિવાલય વડલા ચોક નજીક ફેરબદલીની તજવીજ હાથ ધરાઈ છે પરંતુ જુના બિલ્ડીંગ માટે કાળજી રાખવી અત્યંત જરૂરી છે જેથી બિલ્ડીંગ અસામાજિક તત્વોનો અખાડો ન બની જાય ખોટી અસામાજિક પ્રવુતિ થવા ન લાગે તે પણ જોવાની અને તાકીદ રાખવાની આટલી જ જરૂરિયાત છે.