સિહોર બ્રાહ્મણ શેરીમાં રોડ તો બનાવ્યો પણ કોન્ટ્રાકટરે ન તો માટી પાથરી કે ન તો પાણીનો છટકવા કર્યો : છોટુભા રાણા

રોડ બનાવ્યા પછી ન માટી પાથરે કે ન પાણીનો છટકવા કરે તો રોડની દશા શુ થવાની એ અભણોને પણ ખબર પડે પરંતુ આ મહાશયો કેમ નહિ જાણતા હોય, મુકેશ જાની સાથે રજૂઆત જોડાયેલા જાગૃત કોંગ્રેસ લીડર છોટુભાએ કહ્યું લોકોના પૈસાથી રોડ બન્યો છે, રોડ તૂટી જશે અમારા પાસે પુરાવા છે, જવાબદારો સામે એક્શન લ્યો, તાકીદે યોગ્ય કરો

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનો વહીવટ હવે એટલી હદે કથળી ગયો છે કે ભષ્ટાચારની પરાકાષ્ઠા સર્જી દીધી છે અભણોને પણ ખબર પડે એટલી નીચી કક્ષાની કામગીરી વિકાસના નામે થઈ રહી હોવાનું સામે આવ્યું છે એક સુવ્યવસ્થિત રોડ કોને કહેવાય.? આપણા દેશમાં એક રોડ બનાવવાનું જ્ઞાન કોઈને નથી, જ્ઞાન તો છે પણ દાનત નથી. માતા-પિતા કે ગુરુની શિખામણમાં ખોટ રહી જાય ત્યારે મોટા થયા પછી દાનત સુધરતી નથી. જેમ તેમ દાનત વગર બનાવાયેલા રોડ રસ્તા બહુ ટકતા નથી તે હકીકત છે તેવું કઈક અહીં બન્યું છે સિહોર બ્રાહ્મણ શેરી ઢસાપાના નાકેથી ઉપરવાસ સુધીનો આર.સી.સી રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો જે રોડ તૈયાર થઈ ગયાના આજે છઠ્ઠો દિવસ છે તો પણ રોડમાં ન તો કોઈ માટી પાથરી..કે ન તો પાણી નો છટકાવ કરવામાં આવ્યો…

મુકેશ જાની સાથે રજુઆતમાં જોડાયેલા અહીં વિસ્તારના લીડર અને કોંગ્રેસ અગ્રણી છોટુભાએ રજુઆત સમયે કહ્યું કે લોકોના પૈસાથી રોડ બનાવવામાં આવ્યો છે અહીં રોડ પાણીના છટકાવ વગર તો તરત ટુટી જશે જ્યારે રોડનું કામ શરૂ હતું ત્યારે સતાધીશ કે એન્જીનીયર ચેકીંગ માં આવેલ નથી અને વોર્ડના સભ્યોને જાણ કરવા છતાં આજ સુધી કોઈ ડોકાયું નથી તેવું છોટુભાએ જણાવ્યું હતું અહીં મુખ્ય વાત એ છે કે તંત્ર અને રોડ બનાવનારને કોઈ જાણે પડી જ નહીં હોય તેમ આવી સ્થિતિનું નિર્માણ થયું છે બન્ને વચ્ચે સાંઠગાંઠ એટલી સખ્ત હોય કે જેમાં ભ્રષ્ટ કોને ગણવું તે કદાચ બિરબલ પણ આવે તો પણ કહી શકે નહીં, અને કહે તો સાબિત કરી શકે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here