સિહોર તાલુકા પંચાયત જ ગંદકીનું સામ્રાજ્ય : કમ્પાઉન્ડ દીવાલે વગર વરસાદે પાણીનું તળાવ ભરાયું : મચ્છરોનો ઉપદ્રવ, ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકા પંચાયત કચેરી આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે સિહોર તાલુકા પંચાયતમાં ભાજપના સત્તાધીશો જ સ્વચ્છતા અભિયાનના લીરે લિરા ઉડાડતા હોય તાલુકા પંચાયતની દીવાલે જ ગંદકી અને વગર વરસાદે પાણીનો ભરાવો થતા તાલુકા પંચાયત કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાલુકા પંચાયત કચેરીની દીવાલ નજીક પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના રહેણાંક વિસ્તારોના પ્રજાજનો મચ્છરજન્ય રોગચાળામાં સપડાઈ રહેતા તાલુકા પંચાયત કચેરીની દીવાલે અને આજુબાજુમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા પ્રજાજનોમાં માંગ પ્રબળ બની છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે તાલુકા પંચાયત કચેરીના પ્રવેશદ્વાર આગળ વગર વરસાદી પાણી ભરાઈ રહેતા બંધિયાર પાણી માંથી અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીમાં ફેરવતા મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળામાં તાલુકા પંચાયત કચેરીની નજીક આવેલી સોસાયટી સાથે ટાવર ચોક આસપાસ લોકો પટકાઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળાઓ વધુ ફાટી નીકળે તે પહેલા તાલુકા પંચાયત કચેરીની દીવાલે પાણીનો નિકાલ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે તાલુકા પંચાયતના સત્તાધીશો અને તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર તાલુકા પંચાયત કચેરીની દીવાલે ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે આંખ આડે કાન કરી રહી હોય તેવો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here