સિહોરમાં યુવા કર્મ મંથન કાર્યક્રમ યોજાઈ ગયો – યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેર અને તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર નો સંયુક્ત યુવા કર્મ મંથન શ્રી પાબુજી મહારાજ ના સાનિધ્ય માં વોર્ડ નંબર ૪ ખાતે કોન બનેગા કરોડ પતિ માં હાલ મા ભાગ લઇ ચૂકેલા અમીતભાઈ જાદવ અને વકીલ કૌશિકભાઇ જાલેલા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાણોઆ કાર્યક્રમ ના વક્તા મલયભાઈ રામાનુજ. YYP) અને અમીતભાઈ જાદવ દ્વારા યુવાનોને પ્રેરણા રૂપી તેમજ માં ભરતી ને પરમ વૈભવ ના શિખરો પર લઇ જવા માટે શું કરી શકાય અને વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્ર નિર્માણ લક્ષી કાર્યો કરી શકાય તેવુ વક્તવ્ય પૂરું પડ્યું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિહોર નગરપાલિકાના ચુટાયેલા સભ્ય અશ્વિનભાઈ બુઢન પૂરા,તેમજ કૌશિકભાઇ દહિયા,વિજયભાઈ છેલાણા,રવીભાઈ બારૈયા,સિહોર શહેર યુવા મોરચાના પ્રમુખ રૂપેશભાઈ રોજિયા,મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, ને પુસ્તકો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં યુવા કેન્દ્રોના વોર્ડ સંયોજકો ,પ્રમુખો તેમજ સિહોર નગરસંયોજક ,ધ્રુવભાઈ ભટ્ટ, તાલુકા સંયોજક, માયાભાઈ આહીર,રાહુલ ગોહિલ સહિત મોટી સંખ્યા માં યુવા કેન્દ્ર ના કાર્યકરો ની હાજરી માં યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here