સિહોરના યુવા નેતા નૌશાદ કુરેશીએ પોતાના જન્મ દિવસે ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે લારીઓ ભેટ આપી

દેવરાજ બુધેલિયા
કોરોનાની ત્રીજી લહેરના સંકેત દેખાઈ રહ્યા છે એક અને બીજી કોરોના લહેરની ઝપેટમાં તમામ વર્ગો સાથે સાથે મજૂરો પણ આવ્યા હતા જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી સ્થિતિ એવી ગંભીર બની છે કે તેમનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું હતું કોરોના બાદ તેઓ હવે જીવન ટકાવવાનાં જ વેતરણમાં હોય છે હવે તેમનું જીવન દોજખભર્યું બની ગયું છે.

દેશનો ગરીબ અને શ્રીમંત સહિત તમામ લોકો એક પ્રકારના ડર-લાચારી અને અસમર્થતાની લાગણી અનુભવી રહ્યા છે દેશને માથે આવેલુ આ સંકટ પહેલુ નથી,હા ભુતકાળના સંકટ કરતા કોરોનાનું સંકટ વધુ વિકરાળ છે તેને નકારી શકાય નહીં, પણ આ સંકટ એવુ છે કે જેમાં સૌથી વધુ લાચારી શ્રીમંતો વગદારો અને શિક્ષીતો અનુભુવી રહ્યા છે.આ દેશના ગરીબોએ તો પોતાના જીવનમાં આવતી વેદનાઓ માટે નસીબને જવાબદાર ઠેરવી પોતાની જાતને બાજુ ઉપર ઉભી રાખે છે આ દેશના ગરીબે સ્વીકારી લીધુ છે.

તેના નસીબમાં લાચારી અપમાન અને અભાવ છે તે તેના માટે પોતાના સહિત કોઈને જવાબદાર માનતો નથી ત્યારે સિહોરના કોંગ્રેસ અગ્રણીએ પોતાના જન્મ દિવસે રોજગારી માટે વેન્ટિલેટર પર જીવતા કેટલાક ગરીબ પરિવારોને આશરો કરી આપ્યો છે સિહોર શહેર કોંગ્રેસના નૌશાદ કુરેશી ના જન્મદિવસ નિમિત્તે માનવ ધર્મ ચેરીટેબલ ટ્રસ્ટના સમીરભાઈ બેલીમ અને હેલ્પીગ હેન્ડ સંસ્થા બરોડાના અલ્તાફભાઈ પઢીયારના સહયોગથી કોંગ્રેસ આગેવાન નૌશાદ કુરેશી ના જન્મ દિવસ નીમીતે વિના મૂલ્ય મજૂરોને લારી વિતરણ કરવામાં આવી હતી અહીં એક બાબત નોંધનિય છે કે નૌશાદ કુરેશીએ જે કામ કર્યુ તેની નોંધ કોઈ લે કે નહીં પણ કુદરતના દરબારમાં તે મારા અને તમારા કરતા આગળ છે તે હકીકત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here