શ્રાવણનો સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાહુતિનો અનોખો સંયોગ, અમાસે ભોળાનાથને દૂધ,જળ,કાળા તલ,બિલીપત્ર ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી : 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવાશે

બ્રિજેશ ગોસ્વામી
તપ-જપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભક્તો ઉમટયા હતા.આ વખતે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો.અને સોમવારે શ્રાવણ માસની પૂર્ણાહુતિનો સંયોગ સર્જાયો હતો.ભોળેનાથને દૂધ,જળ,કાળા તલ,બિલીપત્ર,પંચામૃત,ફુટ ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણના છેલ્લા સોમવારે શહેરના શિવાલયો હર..હર મહાદેવના નાદજીથી ગુંજી ઉઠયા હતા. શ્રાવણ વદ અમાસ એટલે કે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાથી વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો ઉમટી પડયા હતા.

શ્રાવણ માસના સમાપન સાથે જ ગણેશજીના આગમનની તૈયારી શરૂ થઈ જશે. શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહેવામાં આવે છે. શ્રાવણની અમાસ વખતે અનેક ભક્તોએ ઉપવાસ કરી આરાધના કરી હતી. શાસ્ત્રવિદોના મતે શ્રાવણી અમાસમાં ભોળેનાથને દૂધ,જળ,કાળા તલ,બિલીપત્ર ચઢાવવા ઉપરાંત ઓમ નમઃ શિવાય ની માળા કરવી ફળદાઈ નીવડે છે.ભક્તોએ અમાસના દિવસે ગાયનું પૂજન અને પ્રદક્ષિણા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here