તંત્રવાહકોની ઉદાસીનતાનથી લોકોમાં કચવાટ, રોડ પરના દસથી બાર ફૂટના ખાડાઓના લીધે વાહન તારવવામાં પરેશાની

દેવરાજ બુધેલિયા
૨૪ કલાક વાહન વ્યવહારથી સતત ધમધમતા સિહોરમાંથી ટાણા તરફ જવા માટે સુરકાના દરવાજા પાસે હરીહરબાપુની મઢુલી સુધીના બે કિલોમીટરના માર્ગમાં ઠેર ઠેર દસથી બાર ફૂટના ખાડાઓ પડી ગયા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે સિહોરથી ટાણા જવાના આ માર્ગ ઉપર અનેક રહેણાંકીય સોસાયટીઓ આવેલ છે.રહિશો અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમી રહેલા આ અત્યંત મહત્વના હાઈવેની લાંબા સમયથી દુર્દશા જોવા મળી રહી છે. એટલુ જ નહિ, ટાણા, સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા અને બોરડી, અગીયાળી, સરકડીયા, વરલ, ગુંદાળા, ભાંખલ સહિતના ૧૯ ગામો તરફ જવા માટેના આ એકમાત્ર ખડખડીયા માર્ગમાં ગટરગંગા પણ નિરંતર વહી રહી છે.

ઉપરોકત ગામોમાંથી ગંભીર હાલતના દર્દીઓને લાવવા અને લઈ જવા માટેની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને તદ્રન બિસ્માર હાલતના આ રોડ ઉપર પસાર થવામાં વિલંબ થાય છે. અનેક ખાનગી વાહનોના ટાયરમાં છાસવારે પંચર પડી જાય છે અને વાહનોના સ્પેરપાર્ટસને પણ નુકશાન થાય છે. સિહોર શહેરમાં કોઈપણ સ્થળે મરણનો બનાવ બને ત્યારે શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનચાલકો માટે શિરદર્દ સમાન આ મહત્વના ખખડધજ માર્ગ પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. આ માર્ગ પરના ખાડાઓમાં હાલ વરસાદના પાણી ભરાયેલા રહે છે. જેથી ત્યાં ઝીણી જીવાતો,માખી અને મચ્છરનો ભારે ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આ ગંભીર બાબતે સિહોર નગરપાલીકાની ઉદાસીનતા શહેરીજનોમાં ટીકાને પાત્ર બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here