ગણપતિ બાપા મોરીયા… મંગલમૂર્તિનું માનભેર સ્થાપન

ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ : દાદાના વાજતેગાજતે સામૈયા : સવાર સાંજ આરતીની ઝાલરો રણઝણશે : અનેક સ્થળે સ્થાપન

દેવરાજ બુધેલિયા
પાર્વતી પૂત્ર ગણેશજીને ભાવથી ભજવાના મહામૂલા મહોત્સવનો આજે ગણેશ ચતુર્થીના પ્રારંભ થતા સિહોર ઓળઘોળ બન્યુ છે. દુંદાળા દેવને ભજવા જાણે હ્ય્દય બીછાવ્યુ હોય તેમ ઘરે ઘરે અને ચોકે ચોકે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યુ છે.આજથી લગાતાર ૧૦ દિવસ સુધી દાદાના પૂજન, અર્ચન, આરતી અને ધૂન સત્સંગના કાર્યક્રમ ચાલતા રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર સાથે ભકિતભાવ ચરમસીમાએ પહોંચશે. ભાવિકો દર્શન અને પ્રસાદનો લ્હાવો લઇ ધન્ય બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here