ક્રિકેટ ગ્રાઉન્ડ શાકમાર્કેટ મુદ્દે તમામ અટકળોનો અંત : નગરપાલિકા પ્રમુખનું મોટું નિવેદન : કહ્યું ત્રીજી લહેરની કોઈ સંભાવના નથી શહેરના યુવાનોની લાગણીને લઈ એકાદ બે દિવસમાં શાકમાર્કેટ હતી ત્યાં ફેરવી દેવાશે

દેવરાજ બુધેલિયા
સિહોર નગરપાલિકાના લાગણી સભર પ્રમુખ વિક્રમભાઈ નકુમ યુવાનોની માંગ લાગણી અને ભવિષ્યને સમજી શક્યા છે આજે મોડી સાંજે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું છે કે હાલ હવે કોરોનાની ત્રીજી લહેરની કોઈ સંભાવનાઓ નથી અને યુવાનો રમતવીરોની લાગણી સમજીને હવે આવતા એકાદ બે દિવસમાં ક્રિકેટ ગ્રાઉન્ડની શાકમાર્કેટ હતી ત્યાં ફેરવી નાખવાના નિવેદને તમામ અટકળો પર અડદો પાડી દીધો છે કોરોના હવે નહિવત છે.

જિલ્લાના વિસ્તારોમા એકલ દોકલ કેસો આવી રહ્યા છે ત્યારે સિહોરના યુવાનો દોડવીરો અને રમતવિરોની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી કે શહેરનું આ એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં મેદાન શાકમાર્કેટના નામે શાકભાજીના ફેરિયાઓ અને દલાલોએ ખુલ્લેઆમ કબ્જો લઈ લીધો હતો અહીં રમતવીર અને દેશના ભવિષ્યએ અનેક વખત રજૂઆતો કરી પોતાનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું હોવા છતાં એકપણ નેતા કે તંત્રના અધિકારીઓ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર ન હતા.

ત્યારે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ યુવાનોની લાગણી અને માંગણી સમજી આજે સાંજના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડની શાકમાર્કેટ હતી ત્યાં ફેરવી નાંખવાના મુદ્દે કહ્યું કે હવે કોરોનાની ત્રીજી લહેરની કોઈ સંભાવનાઓ નથી હાલ ત્યારે આવતા એકાદ બે દિવસમાં અહીં રહેલ શાકમાર્કેટને હતી ત્યાં ફેરવી નાખવામાં આવશેનું જણાવ્યું છે ત્યારે અહીં શહેરના યુવાનો દેશનું ભવિષ્ય દોડવીરો રમતવિરોમાં ખુશીઓનો પાર રહ્યો નથી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here