સિહોર ક્રિકેટ છાપરીનું મેદાન ચડ્યું ચકડોળે : ખાલી કરવાના મુદ્દે ગુરૂવાર મોકૂફ : રવિવાર સુધીની મુદત

વેપારીઓ અને પાથરણા વાળાઓને કોઈ સંજોગોમાં જગ્યા ખાલી નથી કરવી : વેપારીઓ પાથરણાવાળા ધંધો કરવા દેવા માટે અને ક્રિકેટ પ્રેમી ટુર્નામેન્ટની મંજૂરી માટે નગરપાલિકાએ પોહચ્યા : દિવસભર મામલો ટોક ઓફ ધ ટાઉન રહ્યો


હરેશ પવાર : દેવરાજ બુધેલિયા
આવતીકાલે ગુરૂવારનો સૂરજ ઉગે એ પહેલાં જ વિવાદ ઉભો થયો છે સિહોરના ક્રિકેટ છાપરી મેદાનના મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. નગરપાલિકા પ્રમુખ દ્વારા ગુરુવારે ક્રિકેટ છાપરી નું મેદાન છોડી પોતાની જૂની જગ્યા ઉપર ફરી જવા માટે વેપારીઓને આદેશ કરી દેવાયા હતા. હજુ ગુરુવાર આવે એ પહેલાં જ આજે શાકભાજીના વેપારીઓ અહીં જ પોતાનો ડેરો જમવાના ઈરાદા સાથે નગરપાલિકા ની કચેરી પોગી ગયા હતા. અહીં વેપારીઓ દ્વારા પ્રુમખને જગ્યા નહીં છોડવા માટેની રજુઆત કરી હતી.

તો બીજી બાજુ છાપરી ના મેદાનમાં પથરના પાથરી શાકભાજી વેંચતા નાના વેપારીઓએ પણ આજે પાલિકા પહોંચી પોતાની હાલની જગ્યા ઉપર જ શાકભાજી વેચવા માટે પોતાની વાત પ્રમુખ સામે મૂકી હતી. વિશેષ અનેક વખતની રજુઆત અને મીડિયામાં અહેવાલ બાદ મામલો ચકડોળે ચડતા ક્રિકેટ રમતા યુવાનો તેમજ સરકારી પરીક્ષા ભરતીની તૈયારીઓ કરતા યુવાનો કે જેમાં દિવાળી બાદ જ પોલીસ ખાતાની ભરતી આવી રહી છે ત્યારે આશાસ્પદ યુવાનો પોતાના ઉજ્જવળ ભાવિ માટે થઈને પોતાના મેદાનને ખુલ્લું કરવાની વાત સાથે પ્રમુખ ને મળવા આવી પહોંચ્યા હતા. જ્યારે કોરોના ન હતો.

ત્યારે પણ આ વેપારીઓ શાકભાજીનો ધંધો અને હરાજી પોતાની મૂળ જગ્યા ઉપર કરતા હતા જ તો પછી સરકાર દ્વારા અપાયેલ કોરોનાકાળમાં સગવડને હવે ભાવિ યુવાનો માટે શા માટે અગવડ ઉભી કરી રહ્યા છે એ જ સમજાતું નથી. અહીં વેપાર કરતા વેપારીઓને ગઈકાલે કીધું એમ બધાને જ પોતાની દુકાનો છે તો સરકારી જગ્યા ખાલી ન કરવા માટે થઈને કેમ આટ આટલી માંગણીઓ કરી શહેરના પ્રથમ નાગરિકના આદેશને અવગણી રહ્યા છે. તંત્રને જ્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા હોઈ ત્યારે એ પોતાનું ધાર્યું કરીને જેસીબી ફેરવી જ નાખે છે.

એ થોડા મહિના પહેલા જ આપણે જોયું હતું તો પછી યુવાનોના ભાવીને ઘડતું આ ક્રિકેટ છાપરી મેદાનમાંથી શાકમાર્કેટ ખસેડવામાં કોના આદેશની રાહ જોવાઇ રહી છે કે પછી કોના આદેશથી નથી ખસેડવામાં આવી રહી તે ચર્ચાનો વિષય છે. હાલ આજે ત્રણે બાજુની વાતો સાંભળીને નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ દ્વારા રવિવાર સુધીની મુદત આપી છે. રવિવારે આ ક્રિકેટ છાપરીના મેદાન થી શાકમાર્કેટ ખસેડવાનો છેડો ફાડી નાખશે કે કેમ તે જોવુ જ રહ્યું

આ તો ધરમ કરતા ધાડ પડી : ક્રિકેટ છાપરી નહિ છોડવાનો હઠાગ્રહ જ કેમ

જ્યારે કોરોના ન હતો ત્યારે પોતાની મૂળ જગ્યાએ એટલે જૂની શાકમાર્કેટમાં શાકભાજીનો ધંધો થતો જ હતો તો પછી કોરોનામાં તંત્રે કરેલી ભલમનશાહીનો ગેરલાભ લેવાનો શા માટે ? થોડા સમય માટે કરેલ આપેલ સગવડનો આમ ગેરલાભ લેશો તો ભવિષ્યમાં કટોકટીમાં તંત્ર સગવડો આપતા પણ સો વખત વિચારશે..આ તો ધરમ કરતા ધાડ પડી તંત્રને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here