૨૦ વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલ સંકલ્પ- સેવેલ સ્વપ્ન પ્રજાનો નિરંતર વિકાસ- કલ્યાણને વડાપ્રધાન તરીકે સતત થાકયા વિના આરામ કર્યા વગર કઠોર પરિશ્રમ કરી સાકાર કરી રહ્યા છે : વિક્રમભાઈ નકુમ

દેવરાજ બુધેલિયા
નરેન્દ્રભાઇ મોદીને આજે સતાના ૨૦ વર્ષ પુરા થયા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી શરૂ કરેલી શાસનની સફર આજે દેશના વડાપ્રધાન સુધી પહોંચી છે. નરેન્દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ વખત ૭ ઓકટોબર ૨૦૦૧ ના રોજ ભાજપ સંગઠનમાંથી સીધા જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રધાન સુધી સફળ સફરના આજે ૨૦ વર્ષ પુરા થયા છે.છેલ્લા બે દાયકામાં નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી લઇ દેશના વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા બની ગયા છે. નરેન્દ્રભાઇ મોદી ઓકટોબર ૨૦૦૧થી અત્યાર સુધી સતત ૨૦ વર્ષ એટલે કે ૭૨૮૫ દિવસ ચૂંટાયેલી સરકારના વડા રહ્યા છે.

નરેન્દ્રભાઇ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી એટલે કે, વર્ષ ૧૨ અને ૨૭૭ દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને તે પછીથી તેઓ  ૨૬૭૧ દિવસથી ભારત દેશના વડાપ્રધાન પદે બિરાજમાન છે. આમ, પીએમ મોદી જવાહર લાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી પછી પીએમ મોદી સૌથી વધુ વખત ચૂંટાયેલી સરકારના વડા તરીકે રહેનારા નેતા બની ગયા છે. જોકે, નેહરૂ અને ઈન્દિરા ગાંધી કયારેય મુખ્યમંત્રી નહોંતા રહ્યા. આ બંને અનુક્રમે  ૬૧૩૦ અને ૫૮૨૯ દિવસ પોતાના પદ પર રહ્યા.દેશ ના પહેલા વડાપ્રધાન તરીકે સરદાર પટેલ માટે બહુમતી હોવા છતાં મહાત્મા ગાંધીજી ની હઠ ભરેલી ઈચ્છા ને  પ.જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન બન્યા. પ.જવાહરલાલ નહેરૂના પરિવારવાદના કારણે  શ્રીમતી ઈન્દિરાજી વડાપ્રધાન બન્યા.પરંતુ પક્ષ ના સંગઠન, કાર્યકર્તાઓની મહેનત ,પોતાનો પ્રચંડ પુરૂ સાર્થ અને સંઘર્ષ અને દીર્ઘદ્રષ્ટિના કારણે અસાધારણ લોકિ-યતા સાથે પ્રચંડ જનસમર્થન સાથે પોતાના બળે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બની

આટલા લાંબા સમય સુધી લોકપ્રિયતા જાળવી શક્યા છે. આતંકવાદ, આતંકી હુમલાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરીને કડક સંદેશો આપ્યો છે. તો બીજી તરફ આયુષમાન ભારત, સાગરમાલા પ્રોજેકટ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે.અનેક બાબતોમાં આગેવાની લઈને વૈશ્ચિક સ્તરે પોતાની તથા ભારતની મજબૂત ઈમેજ ઉભી કરી છે. ભારતીય અર્થતંત્રનું કદ ૨૦૧૪માં ભારતનો ક્રમાંક તેમાં દસમો હતો, ૨૦૨૧ સુધીમાં ફ્રાન્સ, બ્રાઝિલ, ઈટલી અને રશિયાને પાછળ છોડીને ભારત હવે મોદીકાળમાં જી.ડી.પી. બાબતે ૨૦૨૧માં છઠ્ઠા નંબરે પહોંચ્યું છે. આ બધું આપમેળે અને અનાયાસે નથી થઈ ગયું.

ભારતનો જી.ડી.પી. વધારવા નરેન્દ્રભાઇ મોદીની સરકારે ભરપૂર પગલાં લીધાં છે.સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો નંબર વિશ્વમાં ચોથો હતો, હવે જાપાન અને અમેરિકાને ઓવરટેક કરીને ભારતે બીજો નંબર મેળવી લીધો છે. ખાંડનાં ઉત્પાદનમાં અગાઉ બ્રાઝિલ નંબર-વન હતું, હવે ભારત પ્રથમ સ્થાને છે. જગતનાં સૌથી શકિતશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારત આજથી છ વર્ષ પહેલાં આઠમા નંબરે હતું, આજે બ્રિટન તથા ફ્રાન્સ અને જર્મનીને પાછળ છોડીને ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ માટેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. ભાજપનો દરેક કાર્યકર તેમનો આભાર માને છે. તેમ શ્રી નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here