ટાવર ચોક આજુબાજુ નડતર લારી ગલ્લાઓને હટાવી ત્યાં રોડ બનશે : જીઆઇડીસી તરફ જવાના માર્ગે ટનિંગમાં હવે ટ્રાફિકની સમસ્યા નહિ રહે

હરિશ પવાર
સિહોર નગરપાલિકા પ્રમુખ અને ટિમ દ્વારા વધુ એક ઉત્તમ કામગીરી શરૂ કરવામાં આવી છે સિહોર શહેર ઉદ્યોગિક વિસ્તાર છે ચાર જીઆઇડીસી આવેલી છે જેના કારણે શહેરના હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યાઓ રહે છે અમદાવાદ રોડ જીઆઇડીસી તરફથી આવતો માર્ગ અને ભાવનગર તરફ જવાના બન્ને માર્ગોની વચ્ચે ટાવરચોકમાં અવારનવાર ટ્રાફીકની સમસ્યાઓ રહે છે.

આજુબાજુમાં હાઉવે પર અનેક દબાણકર્તાઓના વાહનો અટવાય જતા હતા જોકે આજે સિહોર નગરપાલિકા પ્રમુખ આજે ટિમ દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને નડતરરૂપ દબાણો હટાવી દેવાયા હતા અને ત્યાં રોડ બની ભવિષ્યમાં સર્કલ પણ બનાવવામાં આવશે જેના કારણે અહીં ટ્રાફીકની સમસ્યાનો બિલકુલ અંત આવશે અને જીઆઇડીસી તરફ આવનજાવન કરતા વાહનોને બિલકુલ તકલીફ નહીં પડે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ હળવી બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here