ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, અતિવૃષ્ટિ વરસાદની વચ્ચે પાકો નિષ્ફળ જાય તેવી ભીતિ છે ત્યાં નેસડાના ખેતરોમાં ગટરના પાણી પોહચ્યા, નેસડાના ખેડૂતોને જીવવું દોહલું બન્યું


હરિશ પવાર
સિહોરના નેસડા ગામના ખેડૂતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી અતિવૃષ્ટિનો માર હજુ સુકાયો નથી ત્યાં હવે ખેડૂતના ખેતરોમાં ગટરના પાણી પોહચ્યા છે જેથી ખેડૂતોના હાલ-બેહાલ થયા છે અને હાલત કફોડી બની છે સિહોરના નેસડા ગામના ખેડૂતોના ખેતરોમાં ગટરના પાણી પોહચ્યા હતા તંત્રની અણઆવડત અને બેદરકારી જગતતાતને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે ખેડુના ખેતરો સુધી ગટરના પાણી પોહચી રહ્યા છે અગાવ અહીંના ખેડૂતો રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ તંત્ર માંથી કોઈ સાંભળનારું નથી સિહોરના નેસડા વિસ્તારમાં ફરી ખેડૂતોના ખેતરોમાં સિહોર શહેરનું ગટર અને ગંદુ પાણી પોહચ્યું છે

ખાખરીયા ગામના ખેડુતોનું કહેવું છે કે આ બાબતે અમે અગાઉ અનેક વખતો રજૂઆતો કરી છતાં મુશ્કેલી પરેશાનીનો કોઈ નિવાડો આવતો નથી ખેડૂતોની મુશ્કેલી અને કઠણાઈ કેડો મુક્તિ નથી હવે ખેતરોમાં ગટરના પાણી જઈ રહ્યા છે જેથી પાક નુકશાનીની ભીતિ દેખાઈ રહી છે એક તરફ અતિવૃષ્ટિના મારની હજુ કળ વળી નથી ત્યાં ગટરના પાણીએ મોટી હેરાનગતિ ઉભી કરી છે ત્યારે અહીં ખેડૂતોને જીવવુ દોહલું બન્યું છે ખેડૂતોમાં હાલ-બેહાલ થયા છે તંત્ર તાકીદે યોગ્ય કરે ખેડૂતોની મુશ્કેલી ઓછી કરે તે જરૂરી જણાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here