હજી ગઈકાલે ટોળા પાલિકામાં પોહચી રજુઆત કરી હતી ત્યાં આજે ફરી માવજી સરવૈયાની આગેવાનીમાં રજુઆત : મૂળ તંત્રને બાનમાં લેવાની વાત

હરિશ પવાર
સિહોર ક્રિકેટ છાપરીમાં બે વર્ષમાં ઘર કરી ગયેલ શાકમાર્કેટ હવે નીકળવાનું નામ લેતી નથી. આ તો આંગળી દેતા પોચો પકડી લીધા જેવી વાત થઈ છે. નગરપાલિકા પ્રમુખના ક્રિકેટ છાપરી મેદાન ખાલી કરી દેવાના આદેશ બાદ અહીંના શાકભાજી ના વેપારીઓ અને પથરણવાળા નાના વેપારીઓ ક્રિકેટ છાપરી મેદાન અથવા તો તંત્ર દ્વારા બાજુમાં ખાલી પડેલી સરકારી જગ્યા મેળવવા માટે થઈને ચારેકોર દોડવા લાગ્યા છે. ગામમાં પાલિકા દ્વારા પહેલા થી જ બે બે શાકમાર્કેટ કરી આપેલ છે જે વર્ષોથી પોતાની જગ્યા ઉપર છે અને કોરોનામાં અહીં વેપાર કરવા આવતા તમામ લોકો પહેલા ત્યાંજ શાકભાજી નો ધંધો કરતા હતા.

છતાં પણ હવે જ્યારે તંત્ર દ્વારા પોતાની જગ્યા ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છતાં તેઓ દ્વારા સરકારી જગ્યા કેમ ખાલી કરવા નથી ઇચ્છતા તે જ હજુ સુધી સમજાતું નથી. જ્યારે ક્રિકેટ છાપરી બાદ તંત્ર પાસે બીજી જગ્યા ભાડે માગવાની વાત કરે છે તો જો આ રહેમનજર વાળી જગ્યા ઉપર બે વર્ષમાં પોતાનો હક હોય એમ જો ખાલી કરવા માટે આટલી માથાકૂટ કરતા હોય તો તંત્ર એક વાર વિચારે કે બીજી સરકારી જગ્યા જો ફાળવવા માં પણ આવે તો તેના ઉપર આ શાકભાજી વેપારીઓ કબજો નહિ કરી લે તેની શુ ખાત્રી..?


હતા ત્યાં જતા રહો : બન્ને માર્કેટ ખાલી છે

ગામમાં બે બે શાકમાર્કેટ વર્ષોથી આવેલ છે કોરોના પહેલા એ જ શાકમાર્કેટમાં ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા તો પછી બે વર્ષે આ ક્રિકેટ મેદાન ખાલી કરવા માટે શું જોર પડે છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here