સિહોર જ્ઞાનભારતી એજ્યુકેશન સોસાયટીને ૩૫ પુરા : ૩૬ મી વર્ષગાંઠ રંગારંગ ઉજવાઈ
બ્રિજેશ ગૌસ્વામી
જ્ઞાનભારતી એજ્યુકેશન સોસાયટી સિહોર જે કે મહેતા નર્સરી, કે જી વિભાગ નંદલાલ ભુતા હાઈસ્કૂલ સંસ્થા ૩૫ પુરા કરીને ૩૬ માં રંગારંગ પ્રવેશ કર્યો છે ઊજવણીના ભાગરૂપે ગઈકાલે રવિવારે સિહોરની વર્ષોજુની સંસ્થા એલડીમુની સ્કૂલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં શહેરના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા વિધાર્થીઓમાં રહેલ કલા શક્તિને ઉજાગર કરવા વાર્ષિક ઉત્સવને રંગારંગ ભવ્ય રીતે ઉજવાયો હતો વિધાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક સાંસકૃતિક કલા અને કૃતિઓ રજૂ કરી હતી.
મંચ ઉપસ્થિત આગેવાનોએ સંસ્થાના કાર્યને બિરદાવી વિદ્યાર્થીને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા ટ્રષ્ટિગણ સ્ટાફગણ વિધાર્થીગણ ભારે જહેમત ઉઠાવીને સંસ્થાની ૩૬ મી વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવી હતી