ભારેખમ ગરમી વચ્ચે બપોરના સમયે વરસાદે ધબબધાટી બોલાવી : પવનના સુસવાટા સાથે અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળ્યા


હરિશ  પવાર : દેવરાજ બુધેલિયા
આજે બપોરના સમયે સિહોર અને પંથકમાં આવેલા અચાનક વાતાવરણ પલટાના વરસાદે જમાવટ કરી હતી અને ફરી એક વખત તળાવ ઓવરફ્લો થયું છે સિહોરનું ગૌતમેશ્વર તળાવ આ વર્ષમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં હર્ષની હેલી ઉઠી છે. આજે શુક્રવારના રોજ બપોરના સમયે ઉપરવાસના વરસાદના કારણે ફરી એકવાર તળાવમાં નવા નીર આવ્યા હતા. જેને જોવા માટે લોકો ઉમટયા હતા.

અને ફરી ભાવનગર-રાજકોટ રોડ પર ગૌતમીના નદીના પાણી વહેવા લાગ્યા હતા શહેરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં આજે શુક્રવારે બપોરના સમયે પડેલા ધોધમાર વરસાદથી નવા નીરની વધુ આવક શરૂ થઈ હતી. જોતજોતામાં ગૌતમેશ્વર તળાવ ૨૭.૫ ફૂટની સપાટીએ પહોંચતા આ તળાવ આ વર્ષે છઠ્ઠી વખત ઓવરફ્લો થયું છે. જેના કારણે નગરજનોમાં હર્ષની હેલી ઉભરાણી છે. તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ગૌતમી નદીમાં વહેવા લાગ્યા હતા.

ભાવનગર-રાજકોટ રોડ ઉપર આવેલ પુલ ઉપરથી ધસમસતા પાણીના કારણે નાના વાહનો થોડીવાર માટે અટકાવી દેવા પડયા હતા. પુલ ઉપરથી નદીની જેમ વહેતા પાણીના કારણે સિહોર પાલિકા તંત્ર અને પોલિસતંત્ર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખડે પગે રહ્યુ હતુ. તળાવના બારણા ખુલવાથી નદીમાં પુર આવવાના કારણે ગૌતમી નદી માંથી ગંદકી સાફ થઈ ગઈ છે તેમજ નદીકાંઠેની આવેલ વાડીયુના કુવા તથા બોરના પાણીના તળો ઉંચા આવ્યા છે

વીજળી પડતા ભેંસનું મોત

આજે બપોરના સમયે આવેલ અચાનક વાતાવરણ પલટાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના વીજળી પડવાથી એક ભેશનો જીવ લેવાયો છે સિહોરના કાજાવદર ગામે દીપશંગભાઈ મોરીની વાડીએ બાંધેલી ભેંશ પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here