ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા ખાલી થતા બાજુની સરકારી જગ્યાને ખુલ્લી કરવા જેસીબી ચાલુ થયું અને ફરી વિવાદ થયો : નાનુભાઈ ડાખરા, મુકેશભાઈ રાજમોતી, નગરસેવક અલ્પેશ ત્રિવેદી પોહચ્યા : ખુલ્લી જગ્યા કરવાનું કામ અટકાવ્યું : ડાખરાએ કહ્યું સરકારી જગ્યા છે અહીં કોના કેવાથી જેસીબી ચલાવો છે


હરિશ પવાર :દેવરાજ બુધેલિયા
સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ શાકમાર્કેટના વિવાદ પર આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે ક્રિકેટ ગ્રાઉન્ડ શાકમાર્કેટ આજથી હતી ત્યાં રાબેતા મુજબ તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવી દેવાય છે જોકે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુની જગ્યામાં આજે સવારે અચાનક જેસીબી દ્વારા ખુલ્લી કરાતા ફરી વિવાદ થયો હતો અને સવાલ એ છે આખરે જેસીબી દ્વારા જગ્યા ખુલ્લી કરાવનાર કોણ. કોના કેવાથી અહીં જેસીબી મારફત જગ્યાની ખુલ્લી કરાવાતી હતી.

જોકે સમગ્ર મામલે નગરસેવક અલ્પેશ ત્રિવેદી અગ્રણી આગેવાન નાનુભાઇ ડાખરા તેમજ મુકેશભાઈ રાજમોતી પોહચ્યા હતા જેસીબી દ્વારા ખુલ્લી જગ્યા થતી હતી તે કામ અટકાવાયું હતું નાનુભાઈ ડાખરાએ કહ્યું હતું સરકારી જગ્યા છે અહીં કોના કેવાથી જેસીબી ચલાવો છે સમગ્ર મામલે ફરી વિવાદ થયો હતો જોકે આજે સાંજના સમયે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે શાકમાર્કેટ મુદ્દે શંખનાદ સાથે વાતચિતમાં સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડી દઈને વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે

સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાલી : હવેથી શાકમાર્કેટ હેલિપેડ અને જૂની જગ્યા પર રહેશે : વિક્રમભાઈ નકુમ

આ લખાઈ છે ત્યારે સાંજના ૬/૩૫ કલાકે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે શંખનાદ સાથેની વાતચીતમાં સમગ્ર વિવાદ મામલે ઠંડુ પાણી રેડી દીધુ છે તેમનું કહેવું છે કે ક્રિકેટ ગ્રાઉન્ડ શાકમાર્કેટ આજથી ફરી ગઈ છે હવેથી શાકમાર્કેટ જૂની જગ્યા અને હેલિપેડ બંને જગ્યાએ એવલેબલ રહેશે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુની જગ્યાએ સરકારી છે જે જગ્યા મામલે નગરપાલિકા કોઈ નિર્ણય ન કરી શકે જેના કારણે નગરપાલિકા ગ્રાઉન્ડ હેલીપેટ ખાતે શાકમાર્કેટ ફેરવાઈ છે તેમજ જૂની જગ્યા ખાતે પણ વેચાણ કર્તાઓ જઈ શકે છે તેવું પાલિકા પ્રમુખ વિક્રમભાઇએ કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here