માનવસેવા ટ્રષ્ટ ભાવનગર દ્વારા ગરીબ પછાત બાળકોને જરૂરિયાત ચીજવસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી

બ્રિજેશ ગોસ્વામી
ગઇકાલે શરદ પુનમના પ્રવિત્ર દિવસે સિહોર ગુંદાળા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંસ્થા કેન્દ્ર ખાતે ભાવનગરની માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ગરીબ અને પછાત બાળકોને બુક ચોપડા પેન સહિતની ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે ભાવનગરની માનવ સેવા છેલ્લા પાંચ વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવે છે જરૂરિયાત મંદ પરિવારના વિધાર્થીઓને નિઃશુલ્ક ચીજવસ્તુઓ આપવામાં આવે છે અહીં વિતરણના હર્ષદભાઈ હરિયાળી અને રસીલાબેન હરિયાળી મુખ્ય દાતા રહ્યા હતા.

કાર્યક્રમમાં સંસ્થા સંચાલક અશોકભાઇ મકવાણા અને હરેશ પવારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે માનવ સેવા ટ્રષ્ટ દ્વારા સમાજલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે દિવાળી પર્વ ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ ફરસાણ બનાવી લોકોને રૂબરૂ વિતરણ કરે છે હોળી ધુળેટી તહેવાર માં બાળકોને પિચકારી, ખજૂર ધાણી દાળિયા બિસ્કીટ વગેરે પણ આપવામાં આવે છે વાર તહેવારે આ સંસ્થાનું સેવાનું કામ અવિરત શરૂ રહે છે ત્યારે આપણે પણ આ સંસ્થા ના સહભાગી બની તન મન અને ધન સાથે સહકાર આપવા આગળ આવીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here