ખાડાથી વાહનચાલકો અને માલ વાહકોને ભારે હાલાકી : જોકે તંત્ર દ્વારા ખાડાઓ પુરવાનું કામ શરૂ કર્યું

દેવરાજ બુધેલિયા
સિહોરના હાઉવે રોડ પર પડેલ ખાડાઓ પુરવાની કામગીરીનો પ્રારંભ થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી ભાવનગર રાજકોટ રોડ તેમહ જીઆઇડીસી વિસ્તારના રોડોમાં પડેલ ઊંડા ખાડા થી વાહનચાલકો અને માલ વાહકોને ભારે હાલાકી પડતી હતી.

રોડ રિપેરિંગની કામગીરી શરૂ થતા હળવો ટ્રાફિકજામ સર્જાયો હતો સિહોર આજુબાજુના હાઇવે તેમજ રોડ રસ્તાઓ ચોમાસા દરમિયાન અનેક માર્ગો ધોવાય ગયા હતા અને આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર મસમોટા ગાબડાં પડ્યા હતા. જે અંગે નોટીફાઈડ વિભાગ દ્વારા ગાબડાં પર ડામર પેચ વર્ક કામગીરી શરૂઆત છે. ઠેર ઠેર માર્ગો ગાબડાં પુરાવાની કામગીરીનો પ્રારંભ કરો છે.

સિહોર ભાવનગર તેમજ સોનગઢ તરફ ટાણા તરફના મુખ્ય માર્ગ પર માર્ગ હાલ ગાબડાં પુરાવાની કામગીરી ચાલી રહી છે જેને લઇ મુખ્ય માર્ગો પર વાહનો લઇ પસાર થતા વાહન ચાલકો ને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સવારે નોકરિયાત વર્ગ પણ ત્રાફિક અડચણ ને લઇ અટવાયા હતા. જો છેલ્લા ઘણા સમયથી પસાર થતા વાહન ચાલકોએ ગાબડાં પુરાવાની શરૂઆત થતા રાહ અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here