કૌન બનેગા કરોડપતિમાં આપણું સિહોર ફરી એકવાર ચમક્યું, અમિત જાદવ હોટ સીટ સુધી પોહચ્યા, 25 લાખ જીત્યા

સિહોરના યુવાન અમિત જાદવ ફરી કોણ બનેગા કરોડપતિમાં ભાગ લીધો, સિલેક્ટ થયા, સદીના મહાનાયક સામે હોટ સીટ પર પોહચી 25 લાખ જેવી રકમ જીત્યા, ભાગ લઈ પરત ફરેલ અમિત જાદવનું ભવ્ય સ્વાગત સન્માન

સલિમ બરફવાળા
સિહોરના યુવાન અમિત જાદવને કોન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો ફિલ્મ જગતના સદીના મહાનાયક એવા દિગ્ગજ અભિનેતા બિગ બી અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા અને સોની ચેનલ પર પ્રસારિત થઈ રહેલા સમગ્ર ભારતમાં આબાલવૃદ્ધને ઘેલું લગાડનાર શો કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન ચાલુ છે. મહાનાયક બીગ બી સાથે મુલાકાત પણ લોકો માટે સ્વપ્નવત છે.

ત્યારે કૌન બનેગા કરોડપતિના શો માં પહોંચવું એ પણ બહુ જ મોટી અને અઘરી સિદ્ધિ છે. અને આ ગૌરવશાળી સિદ્ધિ એક નહીં પણ બબ્બે વાર સિહોરના યુવાન અમિત જાદવ મેળવી છે અમિત જાદવ વર્ષોથી આ સ્વપ્ન સાકાર કરવા મથી રહ્યા હતા હજુ થોડા સમય પહેલા તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર સુધી પોહચ્યા હતા તેમ છતાં તેમણે નિરાશ થયા વગર મહેનત અને પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને ફરી બીગ બી સાથે મુલાકાત શક્ય બની હતી.

અમિત જાદવ 8 થી 10 જેટલી વિવિધ પરીક્ષાઓમાં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફાસ્ટમાં પણ સિલેક્ટ થઈ ગયા હતા અને તેની કાબેલિયતથી હોટ સીટ સુધી પહોંચી લાખ્ખોની રકમ જીતવાનો તેને મોકો મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ગત વખતે ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં નવા ફોર્મેટ મુજબ તેઓ એકવાર હોટસીટની નજીક પહોંચ્યા હતા પરંતુ માત્ર 1 સેકન્ડના નજીવા અંતરથી એક સ્પર્ધકથી પાછળ રહી જતાં તેઓનું હોટસીટ પર પહોંચવાનુ સ્વપ્ન સાકાર થતાં રહી ગયું હતું.

અમિત જાદવ નિરાશ થઈ જતાં બીગ બી અમિતાભ બચ્ચને તેમના સૌમ્ય સ્વભાવ અને શાલીનતાનો પરિચય આપતાં જોડે ઉભા રહી આશ્વાસન આપતાં કહ્યું હતુ કે શ્રીમાન નિરાશ મત હોઈએ… આપ હોટ સીટ કી ઓર નહીં પહોંચ સકે તો કયા હુઆ, પર ફાસ્ટેસ્ટ ફિંગર કી સીટ કે લિયે ભી કરોડો લોગ તરસ રહે હૈ, ઔર આપ વહાં તક પહૂચે હો, યે ભી કોઈ કમ બાત નહીં અને બીગ બી એ અમિત જાદવને તેમના ઓટોગ્રાફ કરી આપી અને જોડે ઉભા રહી ફોટો પડાવી જીવનભરની યાદગીરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here