સિહોરમાં આવેલ પૂજ્ય મોંઘીબા મહારાજની શુક્રવારે ૫૫ મી પુણ્યતિથિ, અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મિલન કુવાડિયા
શ્રી કોયા ભગત મોંઘીબા જગ્યામાં પરમ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિ તારીખ ૧૭ ને શુક્રવારે ઉજવાશે જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સિહોર ખાતે આવેલ મોંઘીબા મહારાજની જગ્યા ભાવિકોમાં અતિ પ્રસિદ્ધ છે મોંઘીબા જગ્યા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જગ્યાના સંત જીણારામ મહારાજ લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે અને પ્રતિદીન હજારોની સંખ્યામાં લોકો દર્શન લાભ લે છે ત્યારે શ્રી કોયા ભગત મોંઘીબા જગ્યામાં પરમ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિ આવતી તારીખ ૧૭/૧/૨૦૨૦ પોષ વદ ૭ – ને શુક્રવારે ઉજવાશે જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક સેવકોએ લાભ લેવા અને પધારવા પૂજ્ય જીણારામ મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ અપાયું છે