જાહેર શેત્રો, સરકારી તેમજ અર્ધ સરકારી સ્થળોએ જાગૃતિ માટેનું અભિયાન

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ” દ્વારા “લોક જાગૃતિ અંગે જાહેર ક્ષેત્રીય સરકારી.અર્ધ સરકારી,કેન્દ્રીય સરકારી કચેરી સહિત સ્થળો એ કાનૂની જાગૃતિ અંગે સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા સિહોર ન્યાય મંદિર દ્વારા સિહોર કાનૂની સેવા સમિતિ ” સિહોર ના અધ્યક્ષ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ ન્યાયમૂર્તિ ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.કે.વ્યાસ સાહેબ ની સુચના તથા

માર્ગદર્શન મુજબ સિહોર કૉર્ટ ના સિનિયર પી.એલ. વી. મેમ્બર, પત્રકાર અને સામાજીક કાર્યકર, હરીશભાઇ પવાર, આનંદભાઇ રાણા, તથા રાજેશભાઈ આચાર્ય દ્વારા સિહોર શહેરના જાહેર સ્થળો, સરકારી કચેરીઓ,એસ ટી.સ્ટેન્ડ. પોસ્ટ ઓફિસ,સરકારી હોસ્પિટલ,રેશનીગ દુકાન,પોલીસ સ્ટેશન,એમ્બ્યુલન્સ, ઇમરજન્સી સેવા ૧૮૧, પાલિકા,ATM,ફોરેસ્ટ કચેરી, પેટ્રોલ પંપ સહિત જ્યાં વધુ માં વધુ નાગરિકો ની અવર જવર વાળા સ્થળોએ ” મફત કાનૂની સહાય ” અંગે લોક જાગૃતિ અર્થે માહિતી પત્રીકા

ના સ્ટીકર લઞાવી ઉપસ્થિત લોકોને સ્થળ પર માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ.સારો એવો પ્રતિસાદ સાથે અધિકારીઓ પોતાના હસ્તે હોંશે હોંશે સ્ટીકરો કચેરી ઓ ના મુખ્ય ગેટ, તેમજ તમામ વાંચી શકે તેવી જાહેર ક્ષેત્રે ની દીવાલો.ઉપર સ્ટીકરો ચીપકવવા માં આવ્યા હતા અને તેઓ એ “મફત કાનૂની સહાય ” માં પી એલ વી મેમ્બરો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here