શહેરના વડલાચોકે ખેડૂતોએ નારેબાજી કરી ફટાકડા ફોડ્યા મીઠાઈ વહેચી હર્ષ વ્યક્ત કર્યો, લાંબી લડત બાદ ખેડૂતોને મોટી સફળતા સિહોર પંથકના ખેડૂતોમાં હર્ષોલ્લાસ

હરિશ પવાર :બ્રિજેશ ગોસ્વામી
મોદી સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રની અંદર ત્રણ મોટા વિવાદાસ્પદ નિર્ણય લીધા હતા. કાયદાનું સ્વરૂપ આપ્યા બાદ સમગ્ર દેશભરના ખેડૂતોની અંદર અસંતોષની લાગણી પ્રવર્તી હતી. આખરે ખેડૂત આંદોલનકારીઓની જીત છે. રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આવનારા લોકસભાના સત્રમાં વિધિવત રીતે ત્રણેય કાયદાઓને પરત ખેંચી લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયાં હતાં.

પરંતુ. ખેડૂતોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.ફટાકડા ફોડીને મીઠાઈઓ ખેડૂતો દ્વારા વહેંચવામાં આવી હતી સિહોરના વડલાચોક ખાતે ખાતે ખેડૂતોએ એકત્રિત થઈને કેન્દ્ર સરકારની ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત થતાની સાથે જ આનંદ ફેલાયો છે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કૃષિ કાયદો પસાર કર્યો છે. ત્યારથી સતત વિરોધ જોવા મળી રહ્યો હતો. સરકારે આ કાયદાને ખેડૂત વિરોધી તૈયાર કર્યો હતો. કેટલાક કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને અમલમાં લાવવાની જાહેરાત કરી હતી.

મોદી સરકાર પોતાના અહંકાર અને જડ વલણને કારણે ખેડૂતોએ ખૂબ જ લાંબુ આંદોલન ચલાવવું પડ્યું છે. આંદોલન દરમિયાન અનેક ખેડૂતોના મોત નીપજ્યા છે. પરંતુ વિલબથી પણ સરકારે કૃષિ કાયદાને પરત ખેંચતા અમે સૌ કોઈ ખુશ છીએ વધુમાં કહ્યું હતું કે કૃષિ કાયદાની સામે ખૂબ જ લાંબી લડત બાદ સફળતા મળી છે. આંદોલન દરમિયાન 700 જેટલા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂતોને ટેકાના પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્વામિનાથન કમિટીનો જે રિપોર્ટ છે. તે મુજબ ખેડૂતોને રાહત આપવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે જ્યારે આ કાયદાઓ અમલમાં લાવવાનો નિર્ણય લીધો હતો. તે પહેલા ખેડૂતો સાથે વિચાર-વિમર્શ કરીને જ આગળ વધવાની જરૂરિયાત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here