વાહ પ્રમૂખ વાહ : સિહોર બ્રાહ્મણ શેરી ઢસાપા વિસ્તારમાં મોત સમાન પાણીના વાલના ખાડાની કામગીરી તુરંત શરૂ

બ્રિજેશ ગોસ્વામી
ગઈકાલે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના ધ્યાને લોકોને પડતી મુશ્કેલી પોહચી અને અડધી રાત્રે તંત્રને આદેશ કરી યોગ્ય કરવાની સૂચના આપી, સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરીસિહોર નગરપાલિકાનું અમુક તંત્રના અધિકારીઓ સત્તાધીશોને બદનામ કરવાની એક તક જતી કરતું નથી રોજ સવાર સાંજ પડે અને લોકોની સમસ્યાના અહેવાલો મીડિયા હેડલાઈન થઈ ને ચમકે છે અને બાદમાં સત્તાધીશોને ધ્યાને આવતી વાત તુરંત લોકોની સમસ્યા દૂર થતી હોય છે જેના અનેક દાખલાઓ આપી શકાય છે અહીં કઈક એવું જ બન્યું છે સિહોર બ્રાહ્મણ શેરી ઢસાપા વિસ્તારમાં પાણી વિતરણ કરવા માટેની એક વાલની કુંડી આવેલી છે.

ત્યાં સમસ્યાએ સર્જાઈ હતી કે પાણીના વાલની કુંડીની જગ્યામાં વાહનો પડવાના કારણે ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી છતાં આજ સુધી કોઈ નિવાડો ન આવતા ગઈકાલે સ્થાનિક એક અગ્રણી દ્વારા સમગ્ર બાબતે રોષ ઠાલવ્યો હતો અને જેની નોંધ પણ મીડિયાએ લીધી હતી ગઈકાલે રાત્રીના સમગ્ર બાબત નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ સુધી પોહચી હતા અને નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ દ્વારા અડધી રાત્રીના તંત્રના અધિકારીને આ સમસ્યા તાકીદે હલ કરવાના આદેશ આપ્યા હતા જે આદેશ બાદ આજે તંત્રના કર્મચારી સ્થળે પોહચી લોકોની સમસ્યા હલ કરવાની કામગીરી શરૂ કરતાં લોકોમાં રાહત વ્યાપી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here