રાહદારીઓને પણ પસાર થવામાં થતી મુશ્કેલી, પાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર અડિંગો જમાવી બેસેલા ઢોરને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો

દેવરાજ બુધેલિયા
સિહોર પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરથી સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.મુખ્ય રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા ઢોરને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સિહોર નગરના મુખ્ય બજારમાં ઠેર-ઠેર રખડતા પશુઓનો  ત્રાસ જોવા મળી રહ્યો છે.આ રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

નગર પાલિકાના હોદેદારોને કદાચ આ માર્ગેથી પસાર થતા નથી કે તેમને આ ગાયોનુ ટોળુ દેખાતુ ન હોય તેવુ લાગે છે.વળી રસ્તામાં બેઠેલ પશુઓ રાહદારીઓને રસ્તો પસાર કરવામાં પણ ખુબ અડચણ રૂપ બને છે.જેના કારણે બજારમાં ચીજવસ્તુઓની ખરીદી કરવા નિકળેલ સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.આ અંગે સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા રખડતા પશુઓની તેની યોગ્ય જગ્યાએ ખસેડવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here