સિહોર એલ.ડી.મુનિ હાઇસ્કુલમાં ઇ.આચાર્ય તરીકે શિવભદ્રસિંહ આર. ગોહિલે ચાર્જ સંભાળ્યો

હરિશ પવાર
સિહોરની ધ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.એલ.ડી.મુનિ હાઇસ્કુલ ખાતે નવા સત્રની શરૂઆતમાં જ ઇન.આચાર્ય તરીકે શિવભદ્રસિંહ આર.ગોહિલે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. શિવભદ્રસિંહ ના પિતા રઘુભા ગોહિલ પણ આ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

ત્યારે આગામી સમયમાં શાળાને તેમજ શાળાના વિદ્યાર્થીઓને નવનિયુક્ત ઇ.આચાર્યનો અનુભવનો લાભ મળશે. તેઓ ૨૦૦૫ ની સાલથી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાં જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે તેમનો બહોળો અનુભવ શૈક્ષણિક સંસ્થા માટે સારો લાભદાયક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here