પોલીસે તમામ ઉમેદવારો માટે વિનામૂલ્યે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી, લોકરક્ષકની શારીરિક કસોટી માટે ઉમેદવારોને માર્ગદર્શન પૂરૂ પડાશે

ફાયલ તસ્વીર : હરેશ પવાર
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતીથી હથિયારી, બિન હથિયારી પોલીસ લોકરક્ષક તથા SRPF કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી યોજાનાર છે. આ ભરતીમાં ભાગ લેવા માટે શારીરિક કસોટીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઉમેદવારોને સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે

તેમજ શારીરિક કસોટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સિહોરના સોનગઢ ગુરુકુળ ગ્રાઉન્ડ, ભાવનગર નવાપરા પોલીસ હેડ ક્વાર્ટર, ભાવનગર યુનિવસટી ગ્રાઉન્ડ, તળાજાના રામપરા રોડ, તળપદા કોળી જ્ઞાાતિની વાડી, મહુવા બંદર રોડ મારૂતિ શો-રૂમની સામે,ખાતે સવારે ૦૬ઃ૩૦ થી ૦૯-૦૦ના સમયગાળા દરમ્યાન વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ પર નોંધણીની કાર્યવાહી શરૂ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here