ચારે બાજુ ગંદા પાણી અને ગંદકીથી રસ્તાની નર્ગાકાર જેવી હાલત, સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડતી તસ્વીરો, માત્ર કાગળો પર સ્વચ્છતાની વાતો થતી હોવાની મોટી મોટી વાતો

પલ્લવી મહેતા
સિહોરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સિહોર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત સફાઈના અભાવે ગંદકી અને કચરાની સમસ્યા વકરી ગઈ છે અને સફાઈના અભાવે ઠેરઠેર ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે. તેથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે.

મુખ્ય બજારો સહિતના વિસ્તારો આ કચરાના ગંજથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે સિહોરના જૂની નગરપાલિકા પાસે આવેલ પાટિયાવાળી શેરીથી કંસારા બજાર તરફ જતા માર્ગ આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે તંત્રની બેદરકારીને લીધે સ્વચ્છતા અભિયાનના લીરે લિરા ઉડાડી રહ્યું છે.

અહીં ચારે બાજુ ગટરના પાણીઓ ચાલ્યા જાય છે જેથી પસાર થનાર પ્રત્યેક વ્યક્તિને નાકે ડૂચા દેવા પડે તેવી સ્થિતિઓ ઉભી થઇ છે મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના રહેણાંક વિસ્તારોના પ્રજાજનો મચ્છરજન્ય રોગચાળામાં સપડાઈ રહ્યા છે અહીં નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળે છે સ્વચ્છતા માત્ર કાગળ પર હોવાની આ તસવીર ચાડીઓ ખાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here