સિહોર પંથકમા કમોસમી વરસાદની શક્યતાએ ખેડૂતોના જીવ ફરી તાળવે ચોંટયા

પલ્લવી મહેતા
અરબ સાગરમાં લો પ્રેશર સરક્યુલર સિસ્ટમ સક્રિય થતાં માવઠાની વકી જણાઈ રહી છે સિહોર સહિત જિલ્લા અને રાજ્યમા છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં સતત પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી હોઇ ઠંડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે બીજી તરફ અરબ સાગરમાં સક્રિય થનારી લૉ પ્રેશર સરક્યુલેશન સિસ્ટમને લઇને આગામી બે દિવસ સુધી સિહોર સહિત જિલ્લામા અમુક સ્થળોએ વરસાદી માવઠુ થવાની શક્યતાઓ હવામાનશાસ્ત્રીએ વ્યક્ત કરી છે. ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન આકાશી આફતોથી ખેતીપાકમાં નુકશાન વેઠી રહેલા ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીએ પુનઃ એક વખત ચિંતિત કર્યા છે.

જિલ્લામાં હાલમાં રવિપાક કપાસ મગફળી શાકભાજીની સિઝન ચાલી રહી હોઇ ખેતર-સીમ વિસ્તારોમાં ખેડૂત પરિવારો અને શ્રમજીવીઓની ચહલપહલ વર્તાઇ રહી છે. ઠંડીનુ અનુકૂળ પ્રમાણ ઘઉંના પાક માટે ફાયદાકારક હોઇ મધ્યમ ઠંડી વચ્ચે ખેડૂતો ઘઉંની ખેતીમાં જોતરાયા છે. ત્યારે બીજી તરફ અરબ સાગરમાં ઉદ્ભવનારી લૉ પ્રેશર સરક્યુલેશન સિસ્ટમને લઇને આગામી બે દિવસ સુધી સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ રચાવાની શક્યતાઓ ઉપરાંત કેટલાક સ્થળોેએ આછીપાતળી ઝરમરરૂપે તો અમુક વિસ્તારોમા હળવા અમીછાંટણારૂપે વરસાદ થવાની વકી પણ વ્યક્ત હવામાન તજજ્ઞાોએ વ્યક્ત કરી છે. કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતોમા ચિંતા વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here