સિહોર નગરપાલિકાની ડંપિંગ સાઈડ પર ફરી આગનો બનાવ : સાંજે 5 વાગ્યાની ઘટના : ફાયર વિભાગ દોડી ગયો

હરિશ પવાર
સિહોરના સમગ્ર શહેરનો કચરો કચરો એકઠો કરી જ્યાં ઠલવાય છે તે જગ્યાએ વારંવાર આગની ઘટનાઓ બનવા લાગી છે હજુ થોડા દિવસે પહેલા રાત્રીના સમયે લાગેલી આગને લઈ શહેરભરમાં તેની જ્વાળાઓ પ્રસરી હતી જોકે નગરપાલિકા ફાયર વિભાગની સુંદર કામગીરીને કારણે કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

સિહોર નગર પાલિકા દ્વારા શહેરભરનો કચરો એકઠો કરી ગુંદાળા વિસ્તારમાં આવેલ ડંપિંગ સ્ટેશન ખાતે વર્ષોથી કચરો ઠલવાય છે અહીં જાણે મસમોટા કચરાઓના ડુંગરો થયા છે. હજુ થોડા સમય પહેલા લાગેલી આગને જ્વાળાઓ શમી નથી ત્યાં ફરી આજે એજ સ્થળ અને જગ્યા પર સાંજના પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હોવાની જાણ સિહોરના ફાયર વિભાગને થઈ હતી.

નગરપાલિકા ફાયર વિભાગે બનાવને ગંભીરતા પૂર્વક લઈ તાત્કાલિક ફાયર ઓફિસર કૌશિકભાઈ રાજ્યગુરૂ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, શિવુભા ગોહિલ ,મિતેષભાઈ કનાડા, રાજુભાઈ ચૌહાણ અને સ્ટાફ બનાવ સ્થળે પોહચી પાણીનો છટકાવ કરી આગને તુરંત કાબુમાં લીધી હતી અહીં વારંવાર બનતા આગના બનાવને લઈ અનેક સવાલો ઉભા થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here