ઉત્તરાયણ પૂર્વેની કલાકોમાં પતંગ-ફીરકીની ધૂમ ખરીદી : વેપારીઓમાં ઉત્સાહનો માહોલ

દેવરાજ બુધેલીયા
સિહોરની બજારોમાં છેલ્લી કલાકોમાં માં એકાએક પતંગબજારમાં તેજી આવી છે. ઉત્તરાયણ પૂર્વે પતંગ બજાર હવે લોકોથી ઉભરાયુ હતું પતંગ બજારમાં હાઉસફુલની સ્‍થિતિ જોવા મળી હતી . ખાસ કરીને મેઈન બજાર વડલા ચોક જેવા વિસ્તારોમાં લોકો ખરીદી માટે મોટા પાયે ઉમટી પડ્યા હતા . માત્ર મોટી દુકાન ધરાવતા વેપારીઓ નહીં બલકે માત્ર સીઝનમાં જ જોવા મળતા કારોબારીઓ પણ કમરકસી ચુક્‍યા છે. રંગબેરંગી પતંગથી વિવિધ વિસ્તારો ઉભરાઈ ગયા હતા જેમા જુદા જુદા પ્રકારના પતંગોની સાથે સાથે નવા આકર્ષણવાળા પતંગોની પણ બોલબાલા જોવા મળી રહી છે.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કિંમતોમાં આંશિક વધારો રહ્યો હોવા છતાં પતંગબાજો ખરીદીમાં ઉમટી પડયા છે ભાગે નોકરીમાં વ્‍યસ્‍ત રહેતા લોકો પણ પણ ખરીદી કરવા માટે સમી સાંજે બજારોમાં પહોંચી ગયા હતા શહેરના તમામ વિસ્‍તારોમાં મોટી દુકાનોમાં પતંગો જોવા મળી રહ્યા છે. પતંગબાજો મુખ્‍યરીતે દોરી રંગાવવામાં વિશ્વાસ રાખે છે રેડીમેઈડ દોરી ખરીદવાના બદલે જાણકાર પતંગબાજો હમેશા ઉભા રહીને દોરી રંગાવવામાં વિશ્વાસ રાખે છે જેથી પતંગોની મોટી દુકાનની બાજુમાં દોરી રંગનાર લોકો પણ વ્‍યસ્‍ત થઈ ગયા છે જે જુદા જુદા રંગની પગંતબાજોની ઇચ્‍છા મુજબના રંગની દોરી રંગી આપે છે.

આ વખતે પણ સૂરતની દોરીની બોલબાલ સૌથી વધારે જોવા મળી રહી છે. ઉત્તરાયણ આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માં તેજી નીકળતા વેપારીઓ ગેલ માં આવી ગયા છે પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવા પતંગોની સાથે અવનવી એસેસરીઝ પણ જોવા મળી રહી હતી સમી સાંજે પતંગ માર્કેટમાં ધોમ પ્રમાણમાં પતંગો અને ફીરકી ઓનું વેચાણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here