મેઇન બજાર, વડલાચોક, વિસ્તારમાં નાગરિકોને શીંગડે ચડાવતાં ઢોર, નગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરોને પકડી ઢોરના ડબામાં પુરવા લોકમાગણી

બ્રિજેશ ગોસ્વામી
શીતળ ઠંડી પ્રસરાવતાં શિયાળાની વહેલી સવાર પડતાં જ સિહોર શહેરના મેઇન બજાર વડલાચોક સહિતના લોકોની અવરજવરથી ભરચક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરોના ટોળા ઉતરી પડે છે. આવા રઝળતાં ઢોર રાહદારીઓ, વાહનચાલકોને શીંગડે ભરાવી ફુટબોલની જેમ ફંગોળતાં હોય છે. આવા રખડતાં પશુઓને નગરપાલિકા દ્વારા પકડી લઈને ઢોર ડબામાં પુરી દેવા કડક કાર્યવાહીની માંગ ઉભી થઈ છે મુખ્ય બજારમાં હટાણું કરવા સ્થાનિક અને તાલુકા મથકોએથી સેંકડો લોકો આવે છે.

જાહેર રસ્તાઓ પર સવાર અને સાંજે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય છે. અહીંના રોડ પર રખડતી ગાયોના ટોળા અડીંગો જમાવીને બેસી જતાં હોય છે. તેથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ, વાહનસવારોને પસાર થવામાં મૂશ્કેલી પડતી હોય છે. કેટલીક વખત ઢોરો બાખડી પડી રાહદારીઓ, વાહનચાલકોને શીંગડે ચડાવી ફુટબોલની જેમ ફંગોળી દેતાં શારીરિક ઈજાનો ભોગ બનતાં હોય છે. રસ્તાઓ પર અડીંગ જમાવતા રખડતાં પશુઓને પકડીને ઢોરના ડબામાં પુરી દેવાની માગણી શહેરીજનોએ ઊઠાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here