વહેલી સવારે અને મોડી રાત્રે હાડ થીજાવતી ઠંડીઃ સ્‍વયંભુ કર્ફયુ જેવો માહોલ : સિઝનમાં બીજી વખત સિઝનમાં સૌથી નીચુ તાપમાનઃ ઠાર સાથે ફૂંકાતા બર્ફીલા પવનના લીધે ઠંડીની અસર વધુઃ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળતા નગરજનોઃ છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં: હજુ બે દિવસ ઠંડીનો કહેર જારી રહેશે

સલિમ બરફવાળા
આખરે ઠંડીએ તેનો આકરો મિજાજ બતાવ્‍યો છે. આ વખતે શિયાળામાં ઉપરાઉપરી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી ભરશિયાળામાં કમોસમી વરસાદે ઠંડીની મજા બગાડી હતી. હાલમાં કોઈ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ નથી. ઉત્તર ભારતમાં થયેલ ભારે બરફવર્ષાની અસર દેશના લગભગ રાજયોમાં ઠંડીનો કહેર જોવા મળી રહયો છે. તો તેમાં ગુજરાત પણ બાકાત નથી. સમગ્ર રાજયમાં જોરદાર શીતલહેર જારી છે. આજે પણ અનેક શહેરમાં પારો સિંગલ ડીજીટમાં નોંધાયા છે. તો સિહોરીજનો પણ ઠંડીનો સામનો કરી રહયા છે.

છેલ્લા ત્રણ- ચાર દિવસથી ઠંડીનો જોરદાર રાઉન્‍ડ ચાલુ છે.લોકો ધ્રુજી ઉઠયા છે. છેલ્લા બે દિવસથી પારો સિંગલ ડીજીટમાં ઘુમી રહયો છે. નગરજનો ગરમવસ્ત્રોમાં જ જોવા મળી રહયા છે. તાપણાની મોસમ પણ ખીલી છે. ઠંડીથી બચવા અનેક ઉપાયો કરી રહયા છે. ગરમ પીણાનો પણ સહારો લઈ રહયા છે. ઠાર સાથે બર્ફીલા પવન ફૂંકાઈ રહયા હોય કામ વગર લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહયા છે હજુ બે ત્રણ દિવસ તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. અનેક શહેરોમાં ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં જોવા મળી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here