મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત, ૨૫ વર્ષથી ઓબીસીમાં સમાવેશની માંગ કરીએ છે, જવાબદારો આંખ આડા કાન કરે છે, વહેલી તકે ઓબીસીમા સમાવેશની અમારી માંગણી છે : હરેશ પવાર

બ્રિજેશ ગોસ્વામી
સિહોર કંસારા સમાજે રજુઆત સાથે આવેદન પાઠવી ઓબીસીમાં સમાવેશની માંગણી કરી છે કંસારા સમાજના લીડર હરેશ પવારે જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૫ વર્ષ થી ગુજરાતની કંસારા જ્ઞાતિ શાંતિ પૂર્વક ઓબીસીમાં સમાવવા માટે રજૂઆત કરતી આવી છે અને વખતો વખત સરકાર શ્રી ના નિયમો અનુસાર કંસારા જ્ઞાતિ નું સર્વેનું કામ પણ ઓબીસી પંચ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી પંચ દ્વારા ભલામણ રિપોર્ટ સરકારશ્રીને સુપરત કરવામાં આવેલ નથી કંસારા ઠેશ તામ્બરકાર જ્ઞાતિ તરીકે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ યાદીમાં વર્ષોથી સમાવિષ્ટ છે જેનો રાજયવાર યાદી ક્રમાંક પણ જાણકારી માટે અમે સામેલ કર્યો છે.

કંસારા જ્ઞાતિને ગુજરાતમાં પણ ઓબીસીમાં સમાવવા માટે દેશની લોકસભામાં તારીખ ૧૦-૦૪-૨૦૦૩ના રોજ કેન્દ્ર સરકારનાં મંત્રી શ્રી દ્વારા સમાવેશ કરવા ઓબીસી પંચ દ્વારા સર્વે ની કામગીરી શરૂ કરાયેલ છે અને સર્વે થયે તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વસાન આપવામાં આવેલ જેનો રેકોર્ડ પણ અમે સામેલ આપ્યો છે પરંતુ ગુજરાત કંસારા શાતિ પછાત હોવા છતાં છેલ્લા વર્ષથી સર્વેમાં ઢીલ કરી ને સમાવેલ નથી.

કંસારા જ્ઞાતિ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી જ્ઞાતિ છે જે આપ જાણો જ છો અમારી શાંતિના ઓબીસી પંચના સર્વેમાં પણ સમાવેશ કરવાની તમામ યોગ્યતા જણાવેલ છે તેથી આપની સંવેદનશીલ સરકારને ઓબીસી પંચ પાસે થી તાત્કાલિક ભલામણ રિપોર્ટ મેળવી અમારી કંસારા જ્ઞાતિને વહેલી તકે ઓબીસીમાં સમાવવા વિનંતી છે તેવું આજની રજુઆત દરમિયાન કંસારા સમાજના લોડર હરેશ પવારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here